________________
* "ચમ-નિયમ રહસ્ય" * v પ્રભાવ કથા-૪ : ભક્તામરના શ્લોક આઠમા અને નવમાના મહિમાને બતાવનારી આ કથા છે. આ કથાના મુખ્યપાત્રે જીવદયાનો બોધ સાંભળી જીવોની હત્યા ન કરવાનો નિયમ લીધો અને ભક્તામર સ્તવનનો પાઠ કરવાનું ચાલુ રાખ્યું, આખરે સિંહના, યોગીના અને મિષ્ઠાન્નદારીના ભયમાંથી મુક્ત થઈ તૃષાતુર થયેલ, ત્યારે ચક્રેશ્વરી દેવીએ આવીને જળથી જીંદગી બચાવી અને રત્નો આપ્યા... લોકોને પ્રભાવિત કરવા એક જ દિવસમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર શ્રી ચક્રેશ્વરી દેવી પાસે બનાવરાવ્યું હતું. પણ, શ્રી ભક્તામર સ્તવનના પાઠ માટે નિયમ ગ્રહણ કર્યો તે, ખૂબજ અગત્યની ચીજ છે. યમ-નિયમનું પાલન સંકલ્પ બળને વધારે છે અને પુષ્પાઈમાં વૃદ્ધિ કરે છે. યમ અને નિયમ વિના કોઈ પણ મંત્ર ન ફળે તે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવું છે. સમજદાર આત્માઓ માટે તો યમ નિયમ-; સંકલ્પ બળની વૃધ્ધિ કરનાર હોવાની સાથે પ્રભુની આજ્ઞાના પાલન રૂપ હોય છે... માટે જરૂરથી જીવનમાં ભક્તામરના આરાધકે પોતાના જીવનને યમ-નિયમવાળું બનાવવું જોઈએ. ભક્તામરની વિશેષ આરાધના વખતે ઓછામાં ઓછું એકાસણ કરવું જોઈએ...
* "વિધા રહસ્ય" * 1 શ્રી ભક્તામર સ્તોત્રના આ દસમાં શ્લોકમાં ભક્તામર આધારિત કથા આપવામાં નથી આવી, છતાં ય તેમાં બતાવેલ અર્થના પ્રમાણે નમિ-વિનમિ વિદ્યાધરોનું થોડોક વૃત્તાંત આપવામાં આવેલ છે... આગળ અમે જે વાત વિદ્યાધરોની વિદ્યાની કરી છે, તે વાત અહીં છે. ઘરણંદ્રએ શ્રી ઋષભદેવ ભગવાનનું રૂપ વિક્ર્વીને નમિ અને વિનમિની શાંતિ માટે અડતાલીસ હજાર (૪૮,૦૦૦) મંત્રો આપ્યા... અને રોહિણી પ્રમુખ વિદ્યાદેવીઓ સમાન દેવીઓને પ્રત્યક્ષ કરીને આપી... આખરે વિદ્યાધર કુલ સ્થપાયું અને નમિ-વિનમિ બે ક્રોડ મુનિ સહિત શત્રુંજય તીર્થ પર મોક્ષે ગયા અને શ્રી ઋષભદેવ ભગવાન સમાન સિધ્ધિપદ પામ્યા. અહીં પણ વિદ્યા અને મંત્રોને એક જ ગણી લેવામાં આવ્યા છે... વિદ્યાધરોમાં પણ સોળ વિદ્યાદેવીઓને આમ્નાય પ્રમાણે વિધિ કરીને પ્રત્યક્ષ કરવાનો વિધિ હતો તેવું જણાય છે.
* "વીણા-વાદન રહસ્ય" * પ્રભાવ કથા-પઃ પ્રસ્તુત ૫ મી કથા કપર્દી શ્રાવકની છે. આ કપર્દી શ્રાવક શ્રી ભક્તામર સ્તોત્ર એકાગ્ર મનથી શુધ્ધિપૂર્વક વીણા સાથે ગાતો હતો... એકવાર અગ્યારમી ગાથા ગાતી વખતે શ્રી ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઈને વરદાન આપ્યું... સાંજે કામધેનુ ગાય એના ઘરે આવશે તેમ જણાવ્યું... તે પ્રમાણે કામધેનુએ આવીને ૩૧ ઘડા દૂધથી ભરી દીધાં જે સોનાના થઈ ગયા. પણ કપર્દી શ્રાવકે દેવીને કામધેનુ ગાયના દૂધની ખીરથી રાજા વિગેરે સહુને જમાડવાનો મનોરથ જણાવ્યો. દેવીએ એ મનોરથ પણ પૂર્ણ કર્યો અને રાજા વિગેરેને તે ખીર આપી તથા પૂ. આચાર્ય મહારાજને પણ ખીર વહોરાવી સહુને આશ્ચર્યચકિત કરી દીધા...
- પૂ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ કાવ્યાનુશાસન ગ્રંથમાં “ર્ય: શાંતરાગ રુચિભિઃ'' વાળો ભક્તામર સ્તોત્રનો બારમો શ્લોક ઉદાહરણ રૂપે ટાંકયો છે. તેઓ નિર્વિવાદ ઐતિહાસિક મહાત્મા છે... તેમની આ ભક્તામર સ્તોત્ર પ્રત્યેની ભક્તિ હોવી એ સ્વાભાવિક છે. શ્રી ચકેશ્વરી દેવીએ જ કામધેનુનું રૂપ લીધું હોય તેવું આ કથા વાંચ જૈન પરંપરામાં કામધેનુ નું શું સ્વરૂપ છે તે શોધવા જેવું છે અને તેના દુધની ખીર બનેલી, સહુએ ખાધી તે વાત પણ વિચારવા જેવી છે. આમ, આ કથા સંશોધન માટે પણ દિશા-સૂચન કહે છે...
* ભાવના રહસ્ય" * L પ્રભાવ કથા-૬ઃ આ ૧૨ મા શ્લોકની મહિમા કથામાં અંગદેશ-ચંપાપુરીના રાજા કર્ણના મંત્રી સુબુદ્ધિનો ઉલ્લેખ છે. આ મંત્રી જૈન ધર્મમાં રત હતો અને ભક્તામર સ્તવમાં આસક્ત હતો. ધર્મમાં દૃઢ શ્રદ્ધાળુ અને પાઠમાં કોઈ પણ ભોગે નિયમિત આરાધક જો કાળ બળ સારું હોય તો દેવ-દેવીઓને અવશ્ય પ્રત્યક્ષ કરે છે. પ્રત્યક્ષ થયેલી ચક્રેશ્વરીએ જાદુગરકિમિયાગાર જેવા ચેટકને શિક્ષા પણ કરી છે.
આ કથાની સમાપ્તિમાં લખ્યું છે કે "સર્વે પરમ દૈવતમિવ સ્તોત્ર પેઠુઃ" આવા ચમત્કાર બાદ, બધાં લોકો પરમ દેવતા હોય તેમ આ સ્તોત્ર ભણવા માંડ્યા, ગણવા માંડ્યા... અહીં આ સ્તોત્રની મંત્ર સાથે જ સરખામણી થઈ છે અને સ્તોત્ર તરફ કેવો ભાવ દર્શાવવો જોઈએ તે સ્પષ્ટ બતાવ્યું છે.
ક્યાંક કહ્યું છે કે_"યાદ્રશી ભાવના યસ્ય સિદ્ધિ: ભવતિ તસ્ય તાદ્રશી” જેવી જેની ભાવના હોય છે, તેવી જ તેને સિદ્ધિ થાય છે.
૧૯૪
રહસ્યદર્શન
»
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org