SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક ગુરુ આજ્ઞા વિના અને સમ્યક આત્મ જાગૃતિ વિના આવી આરાધનામાં લાગી જાય તો પતનનો પણ સંભવ છે. ણ પતન માટેના ભયને આગળ કરીને આરાધના જ ન કરવી એ તો સંયમથી પતિત થવાના ભયથી દીક્ષા જ ન લેવી તેના જેવું થાય. માત્ર મંત્ર સાધના જ પતનનો હેતુ નથી. કોઈપણ જાતની વધુ પડતી પ્રસિદ્ધિ, વધુ પડતા માન-સન્માન અને ભાવભક્તિ પણ પતનનું કારણ બની શકે છે. પણ એવા ભયને આગળ કરીને ભક્તિમાર્ગને બંધ નથી કરી શકાતો. તેવી રીતે મંત્ર સાધનાના દૂષણોને જરૂર દૂર કરવા જોઈએ. મંત્ર પરંપરાની પુનઃ સ્થાપના કરવી જોઈએ અને પરંપરાથી પ્રાપ્ત થયું હોય તેને જાળવી રાખવું જોઈએ. શાસ્ત્રમાં શાસનના આઠ પ્રભાવકોમાં એક પ્રભાવકની કોટીમાં મંત્રવાદિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માટે તંત્ર સાધનાને મહત્ત્વ આપવું જ જોઈએ. આજના કાળમાં પણ મંત્રસિદ્ધિ દ્વારા શાસનની પ્રભાવનાના સમજ્જવલ યોગો છે. સહકારની ભાવનાથી જો પરસ્પર મહામુનિઓ મંત્ર સાધના અને તેના રહસ્યોનો વિનિમય કરે તો મંત્ર સાધનાની કેટલી પરંપરાઓ પુનઃ જાગૃત થઈ શકે તેમ છે. • શું એવું લાગે છે કે મંત્રની પરંપરાઓનું અનુસંધાન થાય તો પહેલાના કાળ જેવો મંત્ર યુગ આવે અને અદ્ભુત શાસન પ્રભાવના થાય? ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષ પૂર્ણ થતાં શાસનનો ઉદિત ઉદિત પૂજા સત્કાર થશે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. આચાર્ય જિનપ્રભસૂરીશ્વરજી પણ લખે છે કે સારો કાળ આવશે અને મંત્ર તંત્ર વિગેરેની સિદ્ધિઓ થશે, દેવોના સાનિધ્ય થશે તેથી જરૂર એવો વિશ્વાસ રાખી શકાય કે મંત્રસિદ્ધિનો યુગ પુનઃ આવી શકે. અવસર્પિણી કાળ હીયમાન ઉતરતો કાળ હોવાથી કદાચિત થોડું ઘણું ફળ ઓછું દેખાય તો પણ મંત્ર સિદ્ધિના ફળો સ્પષ્ટ પણે અનુભવી શકાય. અત્યારે પણ પ્રયત્નના અને પુચ્ચાઈના પ્રમાણે મંત્ર સિદ્ધિ થતી દેખાય છે. આશા રાખીએ કે અધિષ્ઠાયક દેવોને જાગૃત રાખવાનો આપણો પ્રયત્ન સફળ થાય. અધિષ્ઠાયક દેવો પણ જાગૃતિ પૂર્વક શાસન પ્રભાવનામાં ઉજમાળ બને અને મિથ્યાત્વી આત્માઓને સમ્યક્ દર્શન તરફ લઈ જાય. સમ્યક્ દર્શનની આત્માઓને સમ્યક દર્શનની ધારણા કરવામાં મજબૂત બનાવે. સમ્યક્ દર્શનને મજબૂત રીતે ધારણા કરેલ આત્માને સંયમ પ્રાપ્તિની અનુકૂળતાઓ વધે. સંયમ પ્રાપ્તિની અનુકૂળતાવાળા આત્માઓ શીધ્ર સંયમને પ્રાપ્ત કરે. સંયમને પ્રાપ્ત આત્માઓ અપ્રમત્ત ચારિત્રધારી બની નિકટ ભવી બને. સ્વ અને પરનું નિષ્કામ ભાવે હિત સાધે. "જેન જયતિ શાસનમ્" નો ભવ્ય નાદ જગાવે. • શું સાધુ ભગવંતો મંત્ર સિદ્ધિ કરી શકે તેમ શ્રાવકો પણ મંત્ર સિદ્ધિ કરીને શાસન પ્રભાવના કરી શકે ? પ્રસ્તુત ભક્તામરની ૨૮ કથાઓને વિચારશો તો તમને સમજાશે કે શ્રાવકોએ પણ કેવી સુંદર રીતે મંત્ર સિદ્ધિ કરી છે. અને કેવી સુંદર રીતે શાસન પ્રભાવનામાં સહાયક થયા છે. જેઓને તેવી તીવ્ર તમન્ના હોય તેવા શ્રાવકો પણ ગુરૂભગવંતોના માર્ગદર્શન નીચે આવી મહાન મંત્રસિદ્ધિ કરી શકે છે. • શું આવી મંત્ર સિદ્ધિઓ થશે તો સમસ્ત દુનિયા જૈન બની જશે? લોકો બધાં જ સુંદર થઈ જશે? તમારો પ્રશ્ન થોડો આક્ષેપાત્મક છે. આપણે જાણીએ છીએ કે ૧૭૦ તીર્થકરો જ્યારે એક જ સાથે અઢી દ્વીપમાં વિચરતા અને વિહરતા હોય છે. ત્યારે પણ બધાં જ જૈન નથી બનતા. તો આજના જમાનામાં મંત્ર સિદ્ધિથી જૈન કેવી રીતે બને ? અને જો બધાં જ લોકો જૈનો ન બનતા હોય તો અને બધાં જ સાધુ ન બનતા હોય તો આવા પરિશ્રમની જરૂર શી ? એ વાત પૂછવી અસ્થાને છે. સંસાર શાશ્વત છે. તેમાં સુખ અને દુઃખ, દિવસ અને રાત સાથે જ છે. તેવી રીતે સમ્યકૃત્વ અને મિથ્યાત્વ પણ સાથે રહેવાનું છે. આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે જેને સમ્યફ પથ પર આવવું હોય તેને સુલભતાથી માર્ગ મળી જાય અને મંત્ર સિદ્ધિ તે કાર્ય અવશ્ય કરી શકે છે. કારણ કે ધર્મકથામાં પણ પહેલાં આક્ષેપિણી કથા કહીને પછી જ વિક્ષેપિણી કથા કરવાનું ફરમાન પ્રાપ્ત થાય છે. આમ મંત્રો અને મંત્રોના પ્રભાવથી સામાન્ય રીતે લોકો જૈન ધર્મ પ્રત્યે આકર્ષણ પામે છે બાદમાં તેમને પરમાર્થ બતાવી પરમપદ સાથે જોડી શકાય છે. • મંત્રથી આકર્ષિત થયેલો આત્મા ધર્મ પામે તો તો સારી જ વાત છે. પણ જો તેનું ચમત્કાર તરફ જ અને ભૌતિક ઈચ્છા તરફ જ મન ઢળતું જાય તો શું કરવું? એટલા જ માટે મંત્ર સાધકને પ્રબળ ગુરૂગમની જરૂર છે. અર્થી આત્મામાંથી કોણ મોક્ષ માર્ગ પર આવી શકે તેમ છે અને કોણ મોક્ષ માર્ગથી દૂર ભાગે તેવા છે તેની પરખ હોવી જ જોઈએ. અને મંત્ર પ્રયોકતાનો પણ આંતરિક ખ્યાલ જીવને મોક્ષમાર્ગમાં જોડવાનો રહેવો જોઈએ. માત્ર પોતાના માન, સન્માનની ઈચ્છાથી જ મંત્ર સાધના થાય તો ખોટું જ થાય છે. જો મંત્ર સાધક નૈષ્ઠિક હોય તો યોગ્ય આત્માને માર્ગ પર જરૂર લાવી શકે છે. રહસ્યદર્શન ૨૫૯) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy