________________
શુદ્ધ અર્થમાં નાસ્તિક રહેવું અને શુદ્ધ અર્થમાં આસ્તિક રહેવું અશક્ય છે, દુઃશક્ય છે, મહાન સાધના છે. શુદ્ધ નાસ્તિકને મંત્રની જરૂર ન હોય તે અમે સ્વીકારીએ છીએ. શુદ્ધ આસ્તિક પોતે જ મંત્ર સિદ્ધિથી પાર પામી ગયો છે. માટે મંત્ર સિદ્ધિ એની પાછળ ફરે છે. આ બંને વ્યક્તિઓ દુનિયામાં એક ટકાના એક લાખમાં ભાગના પણ નથી. તેથી બાકીના લોકોને મંત્રની જરૂર છે જ. પણ સરળ લોકો પોતાની વાતને નમ પણ કબુલે છે. વક્ર પ્રકૃતિના લોકો પ્રચ્છન પણે મંત્ર શક્તિઓ માટે ફાંફાં મારતા હોય છે. • જો મંત્ર શક્તિથી જ બધું થઈ જતું હોત તો ભૂતકાળમાં મહામંત્ર સિદ્ધ આચાર્ય ભગવંતો હતા તેઓએ પણ શા માટે પોતાના તમામ
કાર્યો મંત્રથી ન કર્યા?
એક સાધારણ વાતનો જવાબ આપશો તમે કોઈવાર માંદા નથી પડ્યા ? જરૂર પડ્યા છો. તમે દવા નથી લીધી ? જરૂર લીધી છે. તમને દવાથી સારૂં નથી થયું ? જરૂર થયું છે. હવે હું તમને કહું જો દવાથી તમને અને તમારા જેવા સહુને સારું થાય છે. તો દુનિયામાં બધાને બધી વખતે અને તમને પણ બધી જ વખતે કેમ સારૂં થતું નથી ? બસ, આ પ્રશ્નનો ઉત્તર વિચારશો એટલે સમજી શકશો કે મંત્રથી ફાયદો થાય, ઉપયોગી કાર્ય થાય, અનેક વખતે સફળતા મળે છતાંય કોઈવાર સફળતા ન મળે તેવું પણ બને છે. કારણ ક્યારેક કર્મો બાહ્ય નિમિત્તથી હટી જાય છે તો ક્યારેક હઠીલા બનેલા નિકાચીત બનેલા કર્મો કોઈપણ ઉપાયથી દૂર થતા નથી. માટે જ હજારોને આશીર્વાદ આપનાર મહામંત્ર વેત્તા મહાપુરૂષોએ પોતાના કર્મનો ઉદય ભોગવવો જ પડે છે. જેના નામસ્મરણથી પણ રોગો દૂર થઈ જતાં હોય છે તેઓને પણ રોગની ભયંકર યાતના સહન કરવી પડે છે. બસ, સહજ નિઃસ્પૃહ દશામાં આવી ગયેલ સનતકુમાર રાજર્ષિ જેવા મહાત્માઓ તો પોતાના થુંકથી પણ પોતાના દેહનો રોગ દૂર કરી શકે તેવા હોવા છતાંય રોગની વેદના સમતાપૂર્વક સહન કરતા હતા. આમ જેઓ મંત્રસિદ્ધ હોય તેને પોતાના દુ:ખ મંત્રથી દૂર કરવા તેમજ જેઓને લબ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓએ લબ્ધિનો ઉપયોગ હંમેશા કરવો જ એવું જરૂરી નથી. આપણી સામે તીર્થકરોના ચરિત્રો છે. પ્રભુ મહાવીરનું ચરિત્ર છે. ઉપસર્ગો એમણે પણ સહન કર્યા છે. છતાં તેમના શાસનમાં મંત્ર અને તંત્ર સિદ્ધિની વાતો સતત ચાલી આવી છે એ જ બતાવે છે કે મંત્રની ઉપયોગીતા માટે પણ અનેકાંતથી જ વિચાર કરવો જોઈએ...
... અપ્રમત્ત દશામાં મંત્ર વિદ્યા કે લબ્ધિના પ્રયોગોનો નિષેધ છે. પ્રમત્ત અવસ્થામાં મંત્ર વિદ્યા કે લબ્ધિનો પ્રયોગ થાય છે. પ્રમત્ત અવસ્થામાં પણ શાસનની, ધર્મની કે ચતુર્વિધ સંઘના કોઈપણ અંગની કે તીર્થ, જિનાલયાદિની રક્ષા માટે મંત્ર વિધાનનો આદેશ છે. આવા વિશિષ્ટ શાસન કાર્યોના આલંબન વિના પોતાના અંગત કાર્ય માટે પણ પરંપરાએ મોક્ષ લક્ષિતાથી મંત્ર આરાધન થાય તો તે માટે મંત્ર વિધાન છે. પણ મોક્ષ પ્રાપ્તિથી તદ્દન નિર્પેક્ષ ભાવથી આરાધન થાય તો તે માટે નિષેધ છે. આમ કોણે ક્યારે મંત્રનો ઉપયોગ કરવો કે ન કરવો તે પ્રશ્નો વ્યક્તિગત આત્મ ઉત્થાનની અને મનોબળની ભૂમિકા પર નિર્ભર છે. પણ મંત્રનો ઉપયોગ શાસનમાં નથી તેવું કહેવાય નહીં.
•
આ બધી વાત માની લઈએ તો પણ આજકાલના સાધુ ભગવંતો અને આચાર્ય ભગવંતો મંત્ર સિદ્ધિથી આવા ચમત્કારો કેમ કરતા નથી?
તમારો પ્રશ્ન ગંભીરતાથી વિચારવા જેવો છે. મંત્ર વિદ્યા, યોગ વિદ્યા કે શાસ્ત્રોનું જ્ઞાન આ ત્રણેય ચીજોમાં પરંપરા પણ ખૂબ જ અગત્યની છે. સ્વરશાસ્ત્રના રચયિતા શ્રી ચિદાનંદવિજયજી વિગેરે છેલ્લી શતાબ્દિમાં થયેલા મહાત્માઓ વડે પણ ખૂબ જ મોટા ચમત્કારો થયાનું જાણવામાં આવે છે. આમ જ્યાં સુધી મંત્ર સિદ્ધિની સમ્યક્ પરંપરા ચાલતી હતી ત્યાં સુધી મંત્ર સિદ્ધિ અને તેના ચમત્કારો થયા જ કરતા હતા. પણ એ કાળમાં યતિ પરંપરા ઉત્તરોતર શીથિલ થઈ જતી હોવાથી સંવેગી સાધુઓને વિકૃત થયેલી એ પરંપરાથી અલગ થવાની ફરજ પડી. પરિણામે ચાલી આવેલી પરંપરાના મંત્રો અને તેની સિદ્ધિઓનો માર્ગ લગભગ બંધ જેવો જ થઈ ગયો.
શું આ માર્ગ પુનઃ શરૂ ન જ થઈ શકે? કોઈ પણ ચીજ એકાંતે અશક્ય હોય તેવું માની લેવું ન જોઈએ. આ કાળમાં પણ કેટલાક પરિશ્રમી અને આત્માર્થી આત્માઓ આ માટે પ્રયત્નશીલ છે. સાથે આવા આત્માર્થી આત્માને મળતી સિદ્ધિ અને પ્રસિદ્ધિથી આકર્ષાઈને કેટલાક લોકોને મંત્ર સિદ્ધિનો મિથ્યા ડોળ કરવાનું પણ મન થાય છે. જે ખૂબજ ખતરનાક બાબત છે. બાકી, આજે પણ સંનિષ્ઠ પ્રયત્નો થાય તો મંત્ર સાધના પરંપરાને પ્રાણવાન બનાવી શકાય છે. • શું આવી મંત્ર સાધનાથી સંયમથી, પતિત ન થઈ જવાય અને સંયમથી પતિત થવાનું ભયસ્થાન હોય તો શા માટે મંત્ર સાધનાને
મહત્ત્વ આપવું જોઈએ ?
૧૫૮
રહસ્યદર્શન
X)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org