________________
૧૫. જિનાલયો, તીર્થો કે શાસનના સ્થાનોના નવ નિર્માણ કે જીર્ણોદ્ધાર અટકી ગયા હોય તો દુષ્ટ દેવોને મંત્ર સાધના દ્વારા
દૂર કરીને શાસનના કાર્યોની સફળતા પૂર્વક પૂર્ણાહુતિ... ૧૬. પોતાના આયુષ્ય વિગેરે જાણીને સમાધિ માટેની તૈયારી... ૧૭. અન્ય ધર્મ અને ધર્માધ વ્યક્તિઓ દ્વારા ધર્મ પર આક્રમણ થાય ત્યારે મંત્ર સાધના દ્વારા સ્વધર્મનો બચાવ...
... આવા કેટલા કાર્યો મંત્ર શક્તિથી થયા છે અને થાય છે... શું આપને લાગે છે કે આવા વિજ્ઞાનના વિકાસકાળમાં પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ ન થઈ શકતા મંત્ર-તંત્ર-યંત્રનો કોઈ ઉપયોગ કરશે?
વિજ્ઞાનનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે તે વાત સ્વીકાર્ય છે. લોકોનું બૌદ્ધિક સ્તર પણ ઊચું થતું ગયું છે તે સ્વીકારવું જોઈએ. પણ આ સાથે લોકોની શ્રદ્ધા આવા મંત્ર-તંત્ર-યંત્રમાં પ્રબળતાથી વધી રહી છે એ પણ એટલી જ સત્ય હકીકત છે.
સાચા ધર્મના નામે અને સાચા ચમત્કારોના ઓઠા નીચે પણ ખૂબ ખૂબ ધતીંગ ચાલતા હોય છે. તેવી રીતે વિજ્ઞાનના નામે પણ ઘણો અવૈજ્ઞાનિક પ્રચાર થતો હોય છે. તેથી જ સાચો વૈજ્ઞાનિક અભિગમ શું છે ? તે સમજવાની જરૂર છે. જેમ વિજ્ઞાન કોઈપણ વાતને પ્રમાણ વિના-સાબીતિ વિના માનવાની ના કહે છે. તેમ વિજ્ઞાન જેની સાબીતિ નથી મળતી એટલા માત્રથી કોઈ પણ વાતનો ઈન્કાર કરતું નથી.
વિજ્ઞાન આજે કહી શકે છે કે અમને જીવના સ્વતંત્ર અસ્તિત્વની ખાતરી થતી નથી પણ વિજ્ઞાન એમ કહી ન શકે કે જીવન સ્વતંત્ર અસ્તિત્વનું પ્રમાણ ન હોવાથી જીવ નથી. આમ વિશુદ્ધ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિશુદ્ધ ધાર્મિક દ્રષ્ટિકોણની આગળ જતાં એકતા થઈ જવાનો સંપૂર્ણ સંભવ છે.
વાત બાકી રહી મંત્ર-તંત્ર અને યંત્રની. આજના યુગમાં ઉપયોગીતાની તે અંગે એવું લાગે છે કે વૈજ્ઞાનિક કાળમાં હજી સુધી બધાંને જીવન વ્હાલું છે. હજી કોઈ વ્યક્તિએ પોતે માત્ર રસાયણિક પ્રક્રિયા છે એમ સમજીને જીવનને સમાપ્ત કર્યું નથી. નાસ્તિક પણ જીવનને ચાહે છે, આસ્તિક પણ જીવનને ચાહે છે. જીવન એટલે સુખની સતત શોધ અને દુ:ખથી દૂર દૂર જવાની પ્રક્રિયા છે.
જેને જીવમાં સ્વતંત્ર રૂપે અસ્તિત્વની શ્રદ્ધા નથી તેને પણ જીવનમાં શ્રદ્ધા છે. મંત્ર જીવનને સફળ રૂપે સાંત્વના પુરું પાડતું મહાન તંત્ર છે. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને પૂછો કે તારા દૂર રહેલાં સ્વજનો જો કોઈ મુસીબતમાં ફસાયા હોય તો શું કરે? ગમે તેવો પાષાણ હૃદયી માનવ પણ જેના પર પ્રેમ હોય છે તેનું સ્વાથ્ય સારું રહે, તેને દુઃખ ન થાય, તેનું જીવન કાયમી, રહે તેવી પ્રાર્થના કરે જ છે. માટે આવા કાળમાં પણ લોકોને મંત્રની જરૂર છે. કદાચ પૂર્વના કાળ કરતાં પણ વધારે... કારણ કે આજના યુગે અનિશ્ચિતતા વધારી છે. શહેરમાં રહેલો માણસ સમયસર ઘરે ન આવે તો અકસ્માતની આશંકાથી સ્વજનોનું મન ઘેરાઈ જાય છે. આવા વખતે મહાન શક્તિના સર્જક એવા મંત્રોને; દેવોને અને ભગવાનને તમે યાદ ન કરો તો પણ તમને યાદ આવી જાય છે.
છેલ્લા વર્ષોમાં રોગોની દવા શોધાઈ છે. ટી.બી., કેન્સર જેવા જીવલેણ રોગોમાંથી માનવની મુક્તિ થઈ છે તેવું જણાય છે પણ કેન્સર, વાઈરસ, ઈન્ફક્સન અને એઈડસ જેવા નવા રોગોએ જીવનના સંગ્રામને એટલા જ નવા પ્રશ્નાર્થોથી ઘેર્યો છે. આવી પરિસ્થિતિમાં માનવને કોઈ મહાશક્તિના સહારાની જરૂર નથી પડતી એમ માનવું અતાર્કિક છે. માનવ મન સ્વાર્થપૂર્ણ છે, વિલાસી છે એટલે માનવી માંદગીમાં ખોરાક સંબંધી ચરી પાળે છે. પણ રોગ સારો થઈ જતાં પાછો એવી રીતે વર્તે છે કે જાણે સ્વાથ્યના નિયમોમાં કદીય માનતો ન હતો. આમ માનવ પોતાની સ્વાર્થવૃત્તિ કે સ્વરછંદવૃત્તિને નાસ્તિકતા ગણાવી દે
છે. વસ્તુતઃ તો જીવનની ઝંખના એ પણ આસ્તિકતાનો મુખ્ય પાયો છે. જે જીવનને ચાહે છે, જેને જીવવું ગમે છે તે બધાં જ આસ્તિક છે. પણ આસ્તિકતામાં આવ્યા બાદ ધર્મોના વિવિધ નિયમોને માનવાની પંચાતમાં પડવું તે કરતાં નાસ્તિક થઈને રહેવું એવી વૃત્તિ માનવમાં સહજ પેદા થાય છે. આમ બાહ્ય આચારોમાં પોતાની નાસ્તિકતાને સિદ્ધ કરતો માનવ અંતરમાં કંઈકને કંઈક ઝંખે છે, મહા શક્તિનો આશ્રય ઝંખે છે. પોતાનું મન માન્યું મન ગમતું થઈ શકે, કરી શકાય તેવી તેવી ઈચ્છા માટે તે સતત સંશોધનશીલ હોય છે.
... આવી ચેતના માટે મંત્ર શક્તિ એ મહાન ઉપાય છે. જે લોકો જાહેરમાં મંત્ર શકિતનો કે દિવ્ય ઈશ્વર શક્તિનો ઈન્કાર કરતા હોય છે તેઓ અંદરખાનેથી એવી શકિત મેળવવા માટે સતત ઝંખતા હોય છે. ઘણા ટોચના વૈજ્ઞાનિકો પણ પોતાની રીતે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હોય છે.
//////Xરહસ્ય-દર્શન
૨૫૭)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org