________________
આમ, આગળ જતાં મંત્રનું, વિદ્યાનું, યોગ સાધનાનું અને આત્મ-સાધનાનું ફળ એક રૂપ થઈ જાય છે. માટે મંત્રો તેમજ મંત્રના શાસ્ત્રો પરમ શ્રદ્ધાને યોગ્ય છે, આદરણીય છે અને આચરણીય છે. જૈન શાસનમાં મંત્રો અને વિદ્યાનું અનાદિકાલથી પ્રચલન છે. મંત્રો ભકિત અને મુક્તિ, પ્રેમ અને શ્રેયની સાધના-આરાધના કરી આપનારા હોવાથી જૈન શાસનમાં અત્યંત ગૌરવ ભર્યું સ્થાન પામ્યા છે.
આગળ જ જણાવ્યું છે કે નવકાર સૂત્ર એ આપણે ત્યાં નવકાર મંત્ર રૂપે જ કહેવાયો છે. વળી આપણા આગમ સૂત્રોમાં ચૌદ પૂર્વો છે. મહાન શાસ્ત્ર ગ્રંથો છે. તેમાં વિદ્યા પ્રવાદ નામનું પૂર્વ છે. આ પૂર્વમાં પણ અનેક વિદ્યાઓ અને મંત્રો હોવાનું મનાયું જ છે. અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ન કરવાના કારણોમાં એક કારણ એ પણ બતાવાયું છે કે આગમમાં કેટલાક પ્રભાવિક પાઠો હોય છે. આ પાઠથી જતાં આવતાં દેવોની ગતિ રોકાય જાય છે. આમ, દેવોની ગતિને નિયંત્રણ કરનારા સૂત્રો પણ મનાયા છે. ઉઢાણ સૂત્ર અને સમુઠ્ઠાણ સૂત્રના પાઠ માટે તો એવું કહેવામાં આવતું હતું કે એ સૂત્રનો પાઠ કરવા માત્રથી આખુંય નગર હાલી ઉઠે. માટે મંત્રો એ જૈનાગમોની નવી વાત નથી. જૈનાગમો જ મંત્રમય છે અને શ્રી નવકારમંત્ર જેવા મંત્ર એ પણ આગમ જેવું ગૌરવપૂર્ણ સ્થાન ગ્રહણ કર્યું છે ! ૧. જૈન ધર્મ તો કર્મવાદી છે. તે મંત્રવાદી કેવી રીતે થઈ શકે ?
જૈન ધર્મમાં કર્મની માન્યતા છે. કર્મનું બલવાનપણું પણ ક્યાંક મનાયું છે. પણ એકાંતે માની લેવું કે કર્મમાં હશે તે જ થશે. અથવા કેવા કર્મો બાંધ્યા છે તેવો ઉદય ભોગવવો જ પડે છે. તો તે જૈન સિદ્ધાંત નથી. ટુંકમાં જૈન ધર્મ અનેકાંતી છે. કર્મવાદી નથી. શાસ્ત્રોમાં તો સ્પષ્ટ જણાવાયું છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ પાંચને લઈ ને જ કર્મનો બંધ અને ઉદય વિગેરે પ્રવર્તે છે કેટલાંક લોકો તો એમ પણ કહે છે કે કર્મ સારા હોય તો જ સારી બુદ્ધિ સુઝે પણ એવો એકાંત નથી. આ માટે પંચસમવાયી કારણનું જ્ઞાન હોવું જરૂરી છે અને પંચસમવાયી કારણોમાં તો સ્પષ્ટ કહેવાયું છે કે " ક્યાંક કર્મો બળવાન છે તો ક્યાંક આત્માનો પુરૂષાર્થ બળવાન છે." માટે તો મહાપુરૂષો કહે છે કે આત્મા પોતાના પુરૂષાર્થથી ક્ષપક શ્રેણીમાં ચઢી જાય છે ત્યારે નિકાચિત કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. આમ, પુરૂષાર્થ પણ પ્રબળ જ કારણ છે. મંત્ર પણ કર્મના ઉદયમાંથી દૂર થવા માટેનો પુરૂષાર્થ છે. બીજા બધા પુરૂષાર્થ કરતાં ઘણીવાર મંત્ર પુરૂષાર્થ શ્રેષ્ઠ પુરવાર થાય છે અને કર્મના આવેલા ઉદયો તેથી નિષ્ફળ પણ થાય છે નહિવત બની જાય છે અને તેથી જ જૈન શાસ્ત્રોમાં પણ સ્થાને સ્થાને આવી માંત્રિક શક્તિઓ તથા માંત્રિક શક્તિઓના પ્રયોગો બતાવ્યા છે. સૂરિમંત્રને પૂજ્ય મુનિસુંદરસૂરિ મહારાજે તીર્થસ્વરૂપ અને સાક્ષાત્ તીર્થકર રૂપ કહેલ છે. સૂરિમંત્રની આરાધનાનું ફળ મોક્ષ પ્રાપ્તિ પણ બતાવ્યું છે. માટે મંત્રો જિન શાસનને માન્ય જ છે. • મંત્ર આરાધના એ પુરૂષાર્થ છે તો મંત્ર આરાધના અને મંત્ર સિદ્ધિથી કેટલા અને કેવા કાર્યો થયા છે અને થાય છે તેનો ખ્યાલ આપો? ૧. મન સમાધિનું સંરક્ષણ... ૨. ચિત્ત પ્રસન્નતાની પ્રાપ્તિ...
ચિત્ત પ્રસન્નતા અને મન સમાધિ દ્વારા શાંતિ પ્રાપ્તિ... મંત્ર દ્વારા અધિષ્ઠાયકોનું સાક્ષાત્ સાનિધ્ય...
મંત્ર દ્વારા અધિષ્ઠાયકોની પરોક્ષ સહાય... ૬. મંત્રના અધિષ્ઠાયકો દ્વારા શાસનના પોતાના સમુદાયના ઉત્તરાધિકારીનો નિર્ણય...
મંત્રના અધિષ્ઠાયકો દ્વારા આગમના પ્રશ્નોનું નિરાકરણ તથા શાસ્ત્રોનું સંરક્ષણ... ૮. મંત્ર સાધના દ્વારા સરસ્વતીની કે શ્રુતદેવતા જેવા દેવોની સહાય અને સહાય દ્વારા વાદ-વિજય અનેક ગ્રંથોની રચના...
તેમજ રાજાને પ્રતિબોધ અને તે દ્વારા શાસન પ્રભાવના...
મંત્રોની સાધના દ્વારા અન્ય મંત્રવાદિઓએ કરેલા પ્રયોગની વિફળતા... 2. મંત્ર સાધના દ્વારા દેવોનું પ્રત્યક્ષીકરણ અને તેજ દેવોને ધર્મ અને સમ્યક્ત્વનું પ્રદાન... અને જિન શાસનના અનુરાગી
બનાવવાનો ઉપક્રમ... ૧૧. મંત્રોની સાધના દ્વારા ભાવી જાણીને ભાવી માટેના શક્ય નુકશાનનું નિવારણ... ૧૨ કોઈક એવા પ્રસંગોએ મંત્ર સાધના દ્વારા પ્રતિષ્ઠા આદિમાં અન્ન પાનની અછત ન રહે તેવા પ્રયોગો... ૧૩. જે શ્રાવકોએ મહાન શાસન પ્રભાવના કરી છે અથવા જે શ્રાવકો મહાન શાસન પ્રભાવના કરી શકે તેમ હોય તેમને
પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય... ૧૪. મંત્રોની સાધનાથી વાસિત કરેલ વાસક્ષેપ દ્વારા પોતાના અનુયાયીઓના મોક્ષપ્રાપ્તિ સાપેક્ષ પ્રત્યેક કાર્યોની સફળતા માટે
આશિષ...
(૧૫૬
રહસ્યદર્શન X
X
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org