________________
મંત્ર સાધકે પણ અર્થી આત્માની યોગ્યતા જોઈને જ તેને મંત્રફળથી લાભાન્વિત કરવો જોઈએ. મંત્ર સાધના અને મંત્ર સાધનાના ફળો પ્રદાન કરતાં પહેલા જ અર્થી આત્માને વ્રત; નિયમ ગ્રહણ માટે ઉત્સાહિત કરવો જોઈએ. જે જરા પણ વ્રત નિયમ પાળવા તૈયાર ન હોય તે આત્માને મંત્ર માર્ગ ન જ બતાવવો જોઈએ. અને તેને મંત્ર સિદ્ધિના ફળોનો લાભ ન આપવો જોઈએ.
નવકારમંત્રને જ ચૌદ પૂર્વનો સાર ગણવામાં આવ્યો છે. અને તે જ મહામંત્ર છે તો બીજા મંત્રોની જરૂર શી? અને તેની આરાધના શા માટે કરવી ?
નવકારમંત્ર એ મહામંત્ર છે. આપણો પ્રાણ મંત્ર છે. એટલું જ નહીં આ નવકારમંત્ર આધારિત બીજા મંત્રો પણ છે. છતાંય અનેક રૂચિ વાળો સમાજ છે. માટે બીજા મંત્રો પણ રચાય છે. નવકારમંત્ર પણ અનેક ચમત્કારિક સાધના કરે છે. પણ તેનો સીધો સંબંધ પરમેષ્ઠિ ગુણોની ઉપાસના સાથે છે. આત્માને પરમેષ્ઠિમય બનાવવા માટે છે. માટે તેને મહામંત્ર ગણવામાં આવ્યો છે. જ્યારે બીજા કેટલાંક મંત્રો સમ્યક દ્રષ્ટિ દેવોને જ ઉદ્દેશીને પ્રવર્તે છે. તે મંત્ર તેઓનું શીધ્ર આરાધન અને સહાયક પણું પ્રાપ્ત કરવા માટે છે. અને જે મંત્રોમાં પંચ પરમેષ્ઠિ કે કોઈ એકાદ પરમેષ્ઠિને ઉદેશીને મંત્ર પ્રવર્તે છે. તે નવકાર મંત્રનો જ વિસ્તાર છે. માટે તે નવકારમંત્ર સ્વરૂપ જ છે. ક્યારેક રાજા મહારાજાના નિમંત્રણ સાથે મંત્રીઓ સ્વયં આવી જાય છે. છતાંય તેવા કોઈ કાર્ય વખતે જેમ મંત્રીઓને સ્વતંત્ર નિમંત્રિત કરવા પડે છે તેવી રીતે ક્યારેક તે તે દેવોને પણ સ્વતંત્ર રીતે નિમંત્રિત કરવા પડે છે. આમ અન્ય મંત્રોનો પ્રધાન ભાવ હોવા છતાંય તેનો સંબંધ શાસનના પંચ પરમેષ્ઠિ સાથે હોય જ છે. તેમજ અત્રે આરાધના દર્શન અને રહસ્ય દર્શનમાં વારંવાર નવકાર મંત્રની આરાધના પર ભાર મૂક્યો છે. દરેક મંત્રની માળા ગણતાં નવકાર મંત્રની માળા તો અવશ્ય ગણવી જ જોઈએ. તેમ વારંવાર જણાવ્યું છે. પણ જેમ રોટલીથી પેટ ભરાતું હોવા છતાંય લોકો રોટલા પણ ખાતા હોય છે તેમ રૂચિના ભેદથી અનેક મંત્ર આરાધકો હોય તે માટે અનેક મંત્રો પ્રવર્તિત થયા છે અને થશે. માટે તે તે દેવોને લાગુ પડતા મંત્રોની આવશ્યકતા છે અને અનેક નાના-મોટા કાર્યો અન્ય મંત્રોથી પણ સિદ્ધ થઈ શકે છે. શાસન હંમેશા સાપેક્ષ ભાવે પ્રવર્તિત થાય છે અને સાપેક્ષમાં વૈવિધ્ય હોય છે. જિન શાસનમાં વિવિધ પ્રકારની રૂચિવાળા સર્વ જીવોને સમાવેશ કરવાની સંપૂર્ણ કોશિષ હોય છે.
આ બધી વાત તો ઠીક છે, પણ કેટલાંક મંત્રો અને તંત્રો માત્ર અર્થ અને કામની સિદ્ધિ માટે જ હોય છે. તેમાં સ્પષ્ટપણે અર્થ અને કામની માંગણી હોય છે. તો તેવા મંત્રોની આરાધના કેમ કરી શકાય ?
વાત તદ્દન સાચી છે. કેટલાય મંત્રોમાં સ્પષ્ટ પણે અર્થ અને કામની માંગણી છે. પણ જેનો આરાધક ભાવ જાગૃત થયો છે તે જરૂર પડે જ આવા મંત્રની આરાધના કરે છે. ખાસ કરીને સંપત્તિની વૃદ્ધિ કરતા આફતના નિવારણ પ્રત્યે આરાધકનું વધુ ધ્યાન હોય છે. આરાધના જય વીયરાયની ઈષ્ટ ફળ સિદ્ધિની માંગણી જેવી જ છે. જેમાં ભવનિવેદને અને માર્ગાનુસારિતાને ટકાવી રાખવા માટે અર્થ અને કામની તેમજ અર્થ અને કામના સાધનોની માંગ હોય છે. જો મોક્ષાર્થીને સાપેક્ષ ભાવ સહિત પણ ઈષ્ટ સિદ્ધિની માંગણીનો નિષેધ કરવામાં આવે તો આરાધક આત્મા પણ દંભી બને છે. અને વીતરાગ દેવને છોડીને મિથ્યા દેવોના શરણમાં જાય છે. માટે ઔચિત્ય અને વિવેક એ સર્વ શાસ્ત્રનું શાસ્ત્ર છે. તેવા ઔચિત્ય અને વિવેકને આગળ રાખીને જ ઈષ્ટ ફળની સિદ્ધિ માટે પ્રયાસ કરવો. • ભલે, આપ ગમે તે સમજાવો પણ અમારા મગજમાં એ વાત બેસતી જ નથી કે મંત્ર સાધના કરવી.
સારી વાત છે; મારો કે કોઈ પણ ગુરુનો પ્રયત્ન સંશય દૂર કરવાનો હોય છે. સંશય દૂર કરવા માટે જ પ્રમાણિક વાત મેં જણાવી દીધી છે. શાસનની સ્થાપનાના ઈતિહાસથી આજ સુધીના આચાર્યની વાત તમારા મગજમાં ન બેસે તો તમારે પોતે જ એ વિચાર કરવો જોઈએ કે આમ શા માટે થાય છે? બાકી અમે તો સમજીએ છીએ કે કોઈનો પણ સંશય કોઈ જ્ઞાનથી દૂર કરી શકે પણ દુરાગ્રહને તો કોઈપણ દૂર ન જ કરી શકે. જેવો આ વિષયનો દૂરાગ્રહ જશે કે તમને તુરત જ મંત્ર સિદ્ધિના માર્ગની મહત્તા સમજાશે. • સમજો કે મને મંત્ર સિદ્ધિના માર્ગની મહત્તા સમજાઈ ગઈ તો શું મારે મંત્ર સિદ્ધિ કરવી જ જોઈએ? મારું મન ન માનતું હોય
તો પણ મારે નવકાર સિવાય કોઈ મંત્ર ગણવો જ જોઈએ?
ના, તમને એકવાર મંત્ર સિદ્ધિની મહત્તા સમજાઈ ગઈ, પ્રત્યેક મંત્રોનું પોત-પોતાનું આગવું મહત્ત્વ છે એ વાત સાપેક્ષ ભાવથી સમજી ગયા પછી; તમે કોઈપણ મંત્રની આરાધના ન કરો તોય કશો વાંધો નથી, પણ મંત્રો અને યંત્રોની સિદ્ધિનો માર્ગ શાસન માન્ય જ છે.
શ્રી ભક્તામર સ્તોત્રનો નવકારમંત્ર સિવાય બીજા કયા મહાન મંત્ર સાથે સંબંધ છે તે દર્શાવો ! તથા ભક્તામરમાં આવેલી આઠ મહાવિદ્યાઓનું પણ રહસ્ય સમજાવો !
૧૪૦
રહસ્યદર્શન
X
XXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org