________________
ર૭
દેવેન્દ્રને ડૉ. બુલ્ડરે ઉદયચંદ્રના શિષ્ય માન્યા છે.'
૭. યશચન્દ્ર યશશ્ચન્દ્રનો લખેલો કોઈ પણ ગ્રન્થ હજી સુધી મળેલો નથી. પણ પ્રબન્ધોમાં તેમના વિષેના ઉલ્લેખો અનેકવાર આવે છે તે ઉપરથી સમજાય છે કે તેઓ ઘણો વખત હેમચન્દ્રસૂરિની સાથે રહેતા હતા. “પ્રબન્ધચિન્તામણિ” માં બે સ્થળે યશશ્ચન્દ્રગણી વિષેનો ઉલ્લેખ મળે છે. એક સ્થળે જણાવેલું છે કે, એકવાર દેવપૂજનના સમયે હેમચન્દ્ર કુમારપાલના મહેલમાં પહોંચ્યા ત્યારે યશશ્ચન્દ્ર તેમની સાથે હતા. બીજે સ્થળે એમ જણાવેલું છે કે આંબડ મહેતાએ ભરૂચમાં પોતાના પિતાના કલ્યાણઅર્થે શકુનિકાવિહાર બંધાવ્યો હતો, તેની ઉપર ધજા ચડાવવાના ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતાં મિથ્યાત્વીઓની દેવીના દોષમાં આવી જવાને કારણે મહેતા આખર સ્થિતિએ પહોંચી ગયા હતા, તેનું નિવારણ કરવા માટે હેમચન્દ્ર તથા યશશ્ચન્દ્ર પાટણથી ભરૂચ આવ્યા હતા અને દોષનું નિવારણ કરી પાછા પાટણ ગયા હતા. આ ઉપરાંત પ્રભાચન્દ્રસૂરિના ‘પ્રભાવકચરિત'માં તથા જિનમંડનગણીકૃત ‘કુમારપાલપ્રબંધ'માં પણ યશશ્ચન્દ્રનો નામોલ્લેખ મળે છે.
૮. બાલચન્દ્ર બાલચન્દ્રના ગુરદ્રોહ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા રામચન્દ્રના અકાળ મૃત્યુ વિષે આગળ કહેવાઈ ગયું છે. આ વિષયમાં વધુ લખતાં “પ્રબંધકોશ'કાર જણાવે છે કે, રામચન્દ્રના અવસાન પછી, “આ તો પોતાના ગોત્રની જ હત્યા કરાવનાર છે' એમ કહીને બ્રાહ્મણોએ બાલચન્દ્રને રાજા અજયપાલના મનથી ઉતારી નાખ્યા હતા. આથી લજ્જા પામી બાલચન્દ્ર માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ત્યાંજ તેમનું અવસાન થયું હતું.”
સ્નાતયા નામની પ્રસિદ્ધ સ્તુતિ બાલચન્દ્ર રચી હોવાનું કહેવાય છે.
૧. ‘લાઈફ ઓફ હેમચંદ્ર (સીધી જૈન ગ્રન્થમાલા) પૃ.૮૧ ૨. “મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ' ના કર્તા શ્રાવક યશશ્ચન્દ્રને શ્રી કનૈયાલાલ મુનશીએ (જુઓ “ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર' પૃ.૪૭) તથા શ્રી રામલાલ મોદીએ (જુઓ “બુદ્ધિપ્રકાશ', જાન્યુઆરી ૧૯૩૦ માં લેખ “પાટણના પ્રથકારો') હેમચન્દ્રનો શિષ્ય માન્યો છે તે વાસ્તવિક નથી. ૩. ‘પ્રબન્યચિત્તામણિ' (ફા.ગ.સભાની આવૃત્તિ), પૃ.૧૩૩ ૪. એજન, પૃ.૧૪૩-૧૪૪ ૫. “પ્રભાવક ચરિતઃ “હેમાચાર્યપ્રબન્ધ', શ્લોક ૭૩૭ ૬. કુમારપાલપ્રબન્ધ', પૃ.૧૮૮ ૭. “પ્રબન્ધકોશ' (સીંધી જૈન ગ્રન્થમાલા), પૃ.૯૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org