________________
२३ અજયપાલ સાથે મિત્રતા હતી. એક વાર રાત્રે મંત્રી આભડ અને હેમચન્દ્ર વચ્ચે, કુમારપાળ પછી ગાદી કોને મળવી જોઈએ એ વિષે મંત્રણા ચાલતી હતી. હેમચન્ટે કહ્યું : “ગાદી તો પ્રતાપમલને મળવી જોઈએ. અજયપાલ તમારા સ્થાપેલા ધર્મનો નાશ કરશે.” આભડે કહ્યું : “ગમે તેવો તોપણ પોતાનો હોય તે જ સારો.' બાલચન્દ્ર આ સાંભળ્યું અને અજયપાળને કહ્યું. આથી અજયપાળને રામચન્દ્ર, વગેરે ઉપર દ્વેષ થયો. હેમચન્દ્રના અવસાન પછી બત્રીસ દિવસે અજયપાળના વિષપ્રયોગથી કુમારપાળનું અવસાન થયું. હેમચન્દ્ર પ્રત્યેના વૈરને કારણે અજયપાળે તપાવેલા લોઢાના આસન પર બેસાડી રામચન્દ્રનું મરણ નીપજાવ્યું. આવી જ હકીકત મેરૂતુંગના ‘પ્રબન્ધ-ચિન્તામણિ'માં જયસિંહસૂરિના કુમારપાલ ચરિત'માં અને જિનમંડનગણીના “કુમારપાલપ્રબન્ધ માં મળે છે.
“પુરાતનપ્રબન્ધસંગ્રહ ના એક પ્રબન્ધમાં રામચન્દ્રના મરણ સંબંધી એવી હકીકત જણાવેલી છે કે, “હેમસૂરિના શિષ્યો રામચન્દ્ર અને બાલચન્દ્ર હતા, ગુરુએ સુશિષ્ય જાણીને રામચન્દ્રને વિશેષ વિદ્યા આપી, માન આપ્યું. આથી રિસાઈને બાલચન્દ્ર ચાલી નીકળ્યો. અજયપાલની સાથે તેને મિત્રતા થઈ. પોતાને રાજ્ય પ્રાપ્ત થયા બાદ અજયપાલ રામચન્દ્રને કહ્યું, “હેમચન્દ્રસૂરિની સર્વ વિદ્યા મારા મિત્ર બાલચન્દ્રને આપ.” રામચન્દ્ર કહ્યું “ગુરુની વિદ્યા કુપાત્રને અપાતી નથી.” રાજાએ કહ્યું, “તો અગ્નિ..... જીભ કરડીને તેના ઉપર (તપાવેલાં પતરા ઉપર ?) બેસતાં તેમણે દોધકાંચશતી (એટલે પાંચસો દુહા ?) બનાવી.
આ સર્વે ઉપરથી એટલું તો ચોક્કસપણે કહી શકાય છે કે, હેમચન્દ્રના શિષ્યમંડળમાંથી બાલચન્દ્ર જુદા પડ્યા હતા એ ઐતિહાસિક સત્ય છે અને રામચન્દ્રના મૃત્યુમાં પણ તે કારણભૂત હશે.
અજયપાલના જૈનમંત્રી યશપાલ (“મોહરાજપરાજય' ના કર્તા) તથા આભડ વગેરે શેઠિયાઓએ રામચન્દ્રસૂરિનું આવી રીતે મૃત્યુ થતું અટકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પણ એમના એ સર્વ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા.પ
૧. “પ્રબન્ધકોશ (સિંધી જૈન ગ્રન્થમાલાની આવૃત્તિ), પૃ.૯૮ ૨. “પ્રબન્ધચિન્તામણિ' (ફા.ગુ.સભાની આવૃત્તિ, પૃ.૧૪૫) લખે છે કે ત્રાંબાના પતરા ઉપર બેસાડી રામચન્દ્રનું મરણ નીપજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તેઓ નીચેનો દુહો બોલી જીભ કરડી મરણ પામ્યા હતા.
महावीढह सचराचरह जिण सिरि दिन्हा पाय । तसु अत्थुमणु दिणेसरह होउत होहि चिराय ॥
(આ સચરાચર પૃથ્વીના માથે જેમણે પગ મૂક્યો છે એવો દિનેશ્વર સૂર્યનો અસ્ત થાય છે. થવાનું હોય તે લાંબે કાળે પણ થયા કરે છે.) “પુરાતનપ્રબન્ધસંગ્રહ' ના એક પ્રબન્ધમાં (પૃ.૪૭) હેમચન્દ્રના અવસાન પછી શ્રીસંઘનો શોક શમાવતા રામચન્દ્રના મુખમાં આ દુહો મૂકવામાં આવ્યો છે. ૩. આ સ્થળે મૂળ પ્રતમાનો કેટલોક ભાગ ગયેલો હોઈ વાક્ય તૂટે છે. ૪. “પુરાતનપ્રબન્ધસંગ્રહ' (સિંધી જૈન ગ્રન્થમાલા), પૃ.૪૯, ૫. રામચન્દ્ર વિષેના આ લખાણમાં તેમના અપ્રસિદ્ધ ગ્રન્થોમાંથી જે અવતરણો વગેરે લેવાયાં છે તે ૫. લાલચન્દ્ર ગાંધીએ લખેલ “નલવિલાસ' ના નાટકની સંસ્કૃત પ્રસ્તાવનામાં ઉદ્ધત કરેલાં છે, એ હકીકતની અહીં સાભાર નોંધ લઉં છું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org