________________
२२
રામચન્દ્રનો નેત્રનાશ રામચન્દ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબન્ધો ઉપરથી જણાય છે. પ્રબન્ધકારો એનાં ચમત્કારિક કારણો આપે છે. “પ્રભાવકચરિત” લખે છે કે, હેમચન્દ્રાચાર્યે જ્યારે સિદ્ધરાજ સાથે રામચન્દ્રનો પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે તેમને જિનશાસનમાં “એકદષ્ટિ' બનવાની સૂચના કરી હતી, આથી તેમની જમણી આંખ તત્કાળ નાશ પામી હતી. “પ્રબન્ધચિન્તામણિ' કાર જણાવે છે કે, શ્રીપાલ કવિએ રચેલી “સહસ્રલિંગસરોવરપ્રશસ્તિ પત્થર ઉપર કોતરવામાં આવી ત્યારે તેનું અવલોકન કરવા માટે સર્વે વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો સર્વ વિદ્વાનો પ્રશસ્તિકાવ્યને સંમતિ આપે તો તમારે એ પર કંઈ ટીકા કરવી નહીં.” એવી સૂચના સાથે હેમચન્દ્ર રામચન્દ્રને તે જોવા મોકલ્યા. પ્રશસ્તિમાં રાજાની મમતા હોવાથી તથા શ્રીપાલ કવિના સૌ પ્રત્યેના સૌજન્યને કારણે સર્વ વિદ્વાનો કહેવા લાગ્યા કે સર્વ શ્લોકો બરાબર છે અને તેમાંય શેના પુતં સ્નેપવિત એ શ્લોક સુન્દર છે. સિદ્ધરાજે રામચન્દ્રને પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ જરા વિચાર કરવા જેવું છે, અને કોશેનાજ વાળા કાવ્યમાં વ્યાકરણ સંબંધી બે દોષો બતાવ્યા. આ વખતે સિદ્ધરાજની નજર લાગવાથી (સિરીઝર્ચ સMાતદિવે) પાછા વળતાં ઉપાશ્રયમાં પેસતાં રામચન્દ્રની એક આંખ ફૂટી ગઈ
આ વાર્તાઓ સામાન્ય ઐતિહાસિક હકીકતોને ચમત્કારિક સ્વરૂપમાં મૂકવાના પ્રબન્ધકારોના શોખને આભારી હોય એમ જણાય છે. રામચન્દ્રની એક આંખ જન્મથી અથવા નાનપણમાં જ દેવવશાત્ ગયેલી હશે એમ “જ્યોતિરેકઢાત્રિશિકા'ના અંતમાં તેમના જ એક શ્લોક ઉપરથી અનુમાન થઈ શકે છે -
जगति पूर्वविधेर्विनियोगजं विधिनतान्ध्य-गलत्तनुताऽऽदिकम् ।। सकलमेव विलुम्पति यः क्षणादभिनवः शिवसृष्टिकरः सताम् ॥ બીજા કેટલાક સ્તોત્રોમાં પણ રામચન્દ્ર દષ્ટિદાન માટે પ્રાર્થના કરી છે.
રામચન્દ્રનું મરણ રાજા કુમારપાળના મરણ પછી ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલે જૈનોનું દમન આરંભ્ય, અને પોતાના પુરોગામી રાજાઓએ બંધાવેલા અનેક જૈન પ્રસાદોને તોડી નખાવ્યા. અગાઉના વૈષને કારણે રામચન્દ્રનું પણ તેણે મરણ નીપજાવ્યું.
આ વિષે જુદા જુદા ગ્રન્થોમાં નજીવા ફેરફાર સાથે એકસરખી જ હકીકત મળે છે.
રાજશેખરસૂરિ “પ્રબન્ધકોશ' માં આ દૈષનું કારણ અને પરિણામ વર્ણવતાં લખે છે કે, રાજા કુમારપાળ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા તે વખતે હેમચન્દ્રના શિષ્યમંડળમાં બે ભાગ પડી ગયા હતા. એક તરફ રામચન્દ્ર, ગુણચન્દ્ર વગેરે શિષ્યો અને બીજી તરફ બાલચન્દ્ર. બાલચન્દ્રને
૧. “પ્રભાવકચરિત' : “હેમાચાર્ય પ્રબન્ધ', શ્લોક ૧૩૦-૧૪૦. ૨. “પ્રબન્ધચિન્તામણિ' (ફા.ગુ.સભાની આવૃત્તિ) પૃ. ૧૦૧-૨-૩. ૩. નેમે નિવેદ નિશિતાસિતતfમરીમ-ચંદ્રાવતિમાં મ િદ રિમ્ | - “નેમિસ્તવ' : અંતભાગ. શસ્તુતાધિસરશીદપુરથસાર્થે તે પ્રસીદ્દ કરુ ગુરુ હે વૃષ્ટિમ્ | - “ષોડશિકા' : અંતભાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org