________________
૧૦
પ્રસ્તાવના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી તેમજ મારા અનંત ઉપકારી પિતાશ્રી અને સદગુરૂદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી મારાં સર્વ કાર્યો ચાલે છે. એમને અનંત અનંત વંદના.
શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણા નગરમાં વિસાનીમાની ધર્મશાળામાં વિક્રમ સંવત ૨૦૫૧, પોષ સુદિ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૦૧-૧૯૯૫ ના રાત્રે ૮-૪૫ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકા, સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજના સતત આશીર્વાદ એ મારું અંતરંગ બળ તથા મહાનમાં મહાત્ સદ્ભાગ્ય છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રીદેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦ માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા. ૬-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરું છું.
આ ગ્રંથના મુદ્રણ આદિમાં હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણિલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઈ ભાઈચંદભાઈ સંઘવીએ ઘણો જ ઘણો જ સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
આ પુણ્યકાર્યમાં દેવ-ગુરૂકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
આ ગ્રંથનું કોમ્યુટરથી ટાઈપ સેટીંગ આદિનું જટિલ કાર્ય શ્રીપાર્થ કોમ્યુટર્સના અધિપતિ અમદાવાદના સુશ્રાવક અજયભાઈ ચિનુભાઈના સંબંધી વિમલકુમાર બિપિનચંદ્ર પટેલે અત્યંત હર્ષપૂર્વક કર્યું છે તે માટે તેમને ઘણા જ ધન્યવાદ ઘટે છે.
પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદ્ગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનંતશઃ પ્રણિપાત કરીને, અહીં જિનમંદિરમાં વિરાજમાન શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તથા શાસનના અધિપતિ શ્રી મહાવીર સ્વામિ ભગવાનના કરકમળમાં આજે વૈશાખ સુદિ દસમે ભગવાનશ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના દિવસે દેવ-ગુરૂકૃપાથી જ પ્રકાશન યોગ્ય થયેલા આ ગ્રંથરૂપી પુષ્પને ભાવથી પ્રભુજીના કરકમળમાં અર્પણ કરીને આજે અપાર ધન્યતા અનુભવું છું.
શ્રી ચિંતામણિપાર્શ્વનાથ જૈન મંદિર ઋષિકેશ રાજમાર્ગ, ભૂપતવાલા, હરિદ્વાર, પીન-૨૪૯ ૪૧૦. (ઉત્તરપ્રદેશ) વિક્રમ સં.૨૦૫૬, વૈશાખસુદિ દસમ, શનિવાર, તા. ૧૩-૫-૨૦00.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજ્ય સિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જંબૂવિજય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org