SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સમય સમજું છું. ૩૬ અધ્યયનોનો આ વિસ્તૃત પરિચય અને વિષયદિગ્દર્શન મેં મારી અનુપ્રેક્ષા માટે તૈયાર કરેલ છે. જેના દ્વારા અન્ય રત્નત્રયીના સાધક આત્માઓને પણ સંયમજીવનમાં ભાવોલ્લાસ પ્રગટે અને તેના દ્વારા સાધનામાં સ્વ-પરને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય એ જ ભાવનાથી આ પ્રયાસ કરેલ છે. ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની આ દીપિકા ટીકા પ્રકાશિત કરવા માટે વર્ધમાનતપોનિધિ પરમપૂજય નયભદ્રવિજયમહારાજસાહેબે ડીસા જૈનચે મૂ.સંઘને પ્રેરણા કરી અને ડીસા શ્રીસંઘે આ “દીપિકા'ટીકા પ્રકાશિત કરવાનો જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે તે બદલ પૂજ્યગણિવર્યશ્રીની પણ ખૂબ ખૂબ ઋણી છું. આ ઉત્તરાધ્યયનગ્રંથના સંપાદન કાર્યમાં મૂકવાચન વગેરેમાં ઘણી કાળજી રાખેલ છે આમ છતાં દષ્ટિદોષથી કે અનાભોગથી જે કોઈ અશુદ્ધિઓ રહી ગયેલ હોય તે વિદ્વજ્જનો સુધારીને વાંચે અને તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં માંગું છું. પ્રાંત અંતરની એક જ ભાવના છે કે, આ આગમગ્રંથના ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા રત્નત્રયીને આરાધી સાધી આત્માનું મૂળસ્વરૂપ અસંગભાવમાં રહેવાનું છે એ અસંગદશાને પ્રાપ્ત કરી, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પ્રાતિજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિ આરોહણ દ્વારા વીતરાગસ્વરૂપને પામી યોગનિરોધ, શૈલેશીકરણ દ્વારા સર્વકર્મ વિનિર્મુક્ત બની આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને-સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી અનંતકાળ સુધી નિજ શાશ્વત સુખના ભોક્તા હું અને સૌ કોઈ લઘુકર્મીભવ્યજીવો બનીએ એ જ અંતરની શુભકામના....!! शिवमस्तु सर्वजगतः - સા. ચંદનબાલાશ્રી એફ-૨ જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ આસો સુદ-૧૫, વિ.સં. ૨૦૬૫, રવિવાર, તા. ૪-૧૦-૨૦૦૯. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002569
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages370
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy