________________
२० ૭. ઔરબ્રીય અધ્યયન : ગાથા-૩૦
આ અધ્યયનમાં રસગૃદ્ધિથી આવતા કષ્ટોનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું છે. જેવી રીતે ઘેટાને પૌષ્ટિક ખોરાક અપાય છે ત્યારે ઘેટો તે સરસ ખોરાકના કારણે ખુશ થાય છે હૃષ્ટપુષ્ટ બને છે પણ આ હૃષ્ટપુષ્ટ શરીર કેટલા દિવસ રહેશે? તેનું પરિણામ શું આવશે તેનો તેને ખ્યાલ નથી પણ જયારે તે કપાય છે ત્યારે વેદનાથી તરફડે છે તેવી રીતે આ મોહાધીન જીવ વિષયોમાં (પાંચે ઇન્દ્રિયોના) આસક્ત બનીને શરીરની સારસંભાળ રાખી શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે પણ તે વિષયોની આસક્તિ તેને નરક આદિ દુર્ગતિમાં લઈ જનારી છે ત્યાં મારું શું થશે? તેનો ખ્યાલ-વિચાર આવતો નથી અને દુર્ગતિમાં વેદનાથી પીડાય છે, પરંતુ ડાહ્યો માણસ વિષયોમાં અનાસક્ત બનીને સદ્ગતિગામી બને છે.
આ અધ્યયનમાં અધર્મને અંગીકાર કરીને ધર્મનો ત્યાગ કરનારાને નરક, તિર્યંચ દુર્ગતિ પ્રાપ્ત થવાના કારણો અને ધર્મને અનુસરીને અધર્મનો ત્યાગ કરનારાને મનુષ્ય-દેવ આદિ સદ્ગતિ પ્રાપ્ત થવાના કારણો દર્શાવ્યા છે. ૮. કપિલીયાખ્યમધ્યયનમ્: ગાથા-૨૦
મધુવે સાસબ્ધિ, સંસામિ ૩પ૩રાણા
किं नाम होज्ज तं कम्मयं, जेणाहं दुग्गइ न गच्छेज्जा" ॥ [उत्त.८/गा.१] અસ્થિર, અનિત્ય, દુઃખથી ભરપૂર આ સંસારમાં હું શું કરું કે જેથી દુર્ગિતમાં ન જાઉં?
આ શ્લોકના શબ્દો-ભાવો આપણા હૈયાને હચમચાવી નાખે છે આપણે શું કરવું જોઈએ જેથી દુર્ગતિ દૂર રહે, નજીક ન આવે. આ અધ્યયનમાં કપિલ કેવલીએ પોતાની આત્મકથા દ્વારા ચોરોને પણ અધર્મમાંથી અટકાવી લોભ કેટલો ભયંકર છે તેનું માર્મિક વર્ણન કરેલ છે. ૯. નમિપ્રવ્રજ્યા અધ્યયન : ગાથા-૬૨
એકત્વભાવનાથી વૈરાગી બનનારા નમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણના રૂપે આવેલા ઈન્દ્ર મહારાજાએ આવીને જે પ્રશ્નો પૂછ્યા અને તેના નમિ રાજર્ષિએ જે જવાબો આપ્યા છે તેનું વર્ણન આ અધ્યયનમાં છે.
રાગ-દ્વેષનો ત્યાગ, ધર્મની સ્થિરતા અને સંયમ પ્રત્યેની દઢતા માટેનો ઉપદેશ સૌને ઉપકારી બને તેમ છે. નમિ, કરકંડુ, કિમુખ અને નગ્નતિ આ ચાર પ્રત્યેકબુદ્ધના સંક્ષિપ્ત જીવનદર્શન કરાવ્યા છે. ૧૦. દ્રુમપત્રક અધ્યયન : ગાથા-૩૭
શરીરની નશ્વરતા અને આયુષ્યની ક્ષણભંગુરતા બતાવીને પરમકૃપાળુ પરમાત્માએ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org