________________
१९
૪. પ્રમાદ-અપ્રમાદ અધ્યયન : ગાથા-૧૩
"ગણાપુરવા = વરSMમો '' I [.૪/TI.૨૦ વરHપા] આત્માનું રક્ષણ કરનાર અપ્રમત્ત બની તું વિચર.
ક્રોધ-માન-માયા-લોભ-મોહ આદિને છોડી વિષયકષાયમાં આસક્ત ન થવું જેથી આપણો આત્મા દુર્ગતિગામી ન બને માટે સતત જાગ્રત-અપ્રમતપણે રહેવાનો ઉપદેશ આ અધ્યયનમાં આપેલ છે. સગા-વ્હાલા, ધન કે મિત્ર કોઈ રોગ-જરા-મૃત્યુથી બચાવવા માટે સમર્થ નથી માટે આત્માનું રક્ષણ કરનાર સંયમધર્મની અપ્રમતપણે આરાધના કરી કર્મનિર્જરા કરી કર્મક્ષય કરવાની ઉત્તમ પ્રેરણા આ અધ્યયનમાં કરી છે. ૫. અકામમરણ અધ્યયન : ગાથા-૩૨
આ અધ્યનમાં અકામમરણ અને સકામમરણનું વર્ણન છે. બાલજીવોનું મરણ તે અકામમરણ છે જે કુરકર્મી, કામભોગમાં આસક્ત, અસત્યવાદી, પરલોકને નહિ માનનાર– આ ભવ મીઠાં તો પરભવ કોણે દીઠાં’ એવી વિચારણાવાળા હોય છે એવા આત્મા મરીને નરક આદિ દુર્ગતિને પામે છે.
પંડિતજીવોનું મરણ તે સકામમરણ છે. ઈન્દ્રિયવિજેતા તથા ચારિત્રવાન જે આત્મા હોય તે પંડિતમરણને પામે છે. ત્રણ પ્રકારના સકામમરણ છે–ભક્તપરિજ્ઞા, ઇંગિની, અને પાદપોપગમન. આ ત્રણમાંથી કોઈ પણ એક મરણને પંડિત આત્માઓ પામે છે.
આમ અકામમરણ, સકામમરણ આદિ સત્તર પ્રકારના મરણોનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. ૬. ક્ષુલ્લકનિગ્રંથીય અધ્યયન : ગાથા-૧૮
"समिक्खं पंडिए तम्हा पासजाईपहे बहू ।
પપ્પા લગ્નમેસિMી, મિત્તિ મૂપનું ધ્યા' . [૩૪.૬/T.૨]. સમજુ આત્મા પુત્ર-પત્ની આદિના સંબંધોને મોહ બંધનના કારણ જાણીને પોતાના આત્માને સંયમમાં સ્થિર કરે અને જગતમાત્રના જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરે.
હિંસા અદિ પાંચ આશ્રવોના ત્યાગપૂર્વક સંયમના ઉપકરણોનો આસક્તિ વિના ઉપભોગ કરવાનું તથા આહાર-વિહારની મર્યાદાનું પાલન કરવામાં અપ્રમત્તતા રાખવા વગેરેનું વર્ણન છે. આ અધ્યયનમાં સાધુ-સાધ્વીજી મહારાજના સંયમની મુખ્યતા હોવાથી “ક્ષુલ્લકનિર્ઝન્થીય અધ્યયન' નામ આપવામાં આવેલું છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org