________________
जे पावकम्मेहि धणं मणूसा समाययंती अमइं गहाय । पहाय ते पासपयट्टिए नरे वेराणुबद्धा नरयं उर्वति ॥४।२
જે મનુષ્યો અમતિને એટલે ધન જ આલોક અને પરલોકના સુખનું સાધન છે એવી કુમતિ ગ્રહણ કરીને પાપકર્મો વડે ધનને ઉપાર્જન કરે છે, તે મનુષ્યો સ્ત્રી, પુત્ર વગેરે રૂપ પાશમાં એટલે બંધનમાં પડેલા ધન આદિકનો ત્યાગ કરી વૈરના હેતુરૂપ પાપકર્મના અનુબંધવાળા થઈ નરકમાં જાય છે. ધન નરકમાં જતા જીવની સાથે જતું નથી, પરંતુ જીવ એકલો જ મહારંભ અને મહાપરિગ્રહને લીધે પાપકર્મને સાથે લઈ નરકમાં જાય છે.”
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org