________________
३६
આ રીતે “ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૨માં ૧૭થી ૩૬ અધ્યયનોનું સ્વરૂપ બતાવેલ છે.
૧થી ૩૬ અધ્યયનોમાં આવતા પદાર્થો અહીં તો માત્ર આ યોગગ્રંથની વાનગીસ્વરૂપે બતાવેલ છે. બાકી તો સૂત્રગાંભીર્ય અને અર્થગાંભીર્યથી ભરપૂર આ આખું ‘ઉત્તરાધ્યયનસૂત્ર' એક યોગગ્રંથસ્વરૂપ છે. ૧થી ૩૬ અધ્યયનોમાં સંપૂર્ણ મોક્ષમાર્ગનું વર્ણન અને મુક્તિપ્રાપ્તિના ઉપાયો અને મુક્તિનું સ્વરૂપ આવરી લીધું છે. ઉપકારસ્મરણ :
આ ઉત્તરાધ્યયનસૂત્રના સંપાદનકાર્યમાં પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયમહારાજસાહેબે મને જે સ્વાધ્યાય કરવાનો લાભ આપ્યો છે અને તે દરમ્યાન મારા જે અધ્યવસાયોની અતિનિર્મળતા થઈ છે, તે બદલ પૂજ્યશ્રીની ખૂબ ખૂબ ઋણી છું અને મારું પરમસભાગ્ય સમજુ છું કે, આ મૂલાગમગ્રંથના કાર્યમાં મારો જે સમય વ્યતીત થયો તે મારા જીવનનો શ્રેષ્ઠ સમય સમજું છું. ૩૬ અધ્યયનોનો આ વિસ્તૃત પરિચય મેં મારી અનુપ્રેક્ષા માટે તૈયાર કરેલ છે. જેના દ્વારા અન્ય યોગમાર્ગના સાધક આત્માઓને પણ સંયમજીવનમાં ભાવોલ્લાસ પ્રગટે અને તેના દ્વારા સાધનામાં સ્વ-પરને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય એ જ ભાવનાથી આ પ્રયાસ કરેલ છે.
આ ઉત્તરાધ્યયનગ્રંથના સંપાદન કાર્યમાં મૂકવાચન વગેરેમાં ઘણી કાળજી રાખેલ છે આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગથી જે કોઈ અશુદ્ધિઓ રહી ગયેલ હોય તે વિદ્વજનો સુધારીને વાંચે અને તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
પ્રાંત અંતરની એક જ ભાવના છે કે, યોગગ્રંથસ્વરૂપ આ આગમગ્રંથના ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા યોગમાર્ગને આરાધી સાધી આત્માનું મૂળસ્વરૂપ અસંગભાવમાં રહેવાનું છે એ અસંગદશાને પ્રાપ્ત કરી, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિ આરોહણ દ્વારા વિતરાગસ્વરૂપને પામી યોગનિરોધ, શૈલેશીકરણ દ્વારા સર્વકર્મ વિનિર્મુક્ત બની આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને-સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી અનંતકાળ સુધી નિજ શાશ્વત સુખના ભોક્તા હું અને સૌ કોઈ લઘુકર્મીભવ્યજીવો બનીએ એ જ અંતરની શુભકામના....!!
शिवमस्तु सर्वजगतः એફ-૨ જેઠાભાઈ પાર્ક,
- સા. ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ફાગણ સુદ-૧૩, વિ.સં. ૨૦૬૫, સોમવાર, તા. ૯-૨-૨૦૦૯.
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org