________________
પાક્કથન
“શ્રાદ્ધ શ્રોતા સુથર્વ, યુવાત કવીશ ! તનૂ I
त्वच्छासनस्य साम्राज्य-मेकच्छत्रकलावपि" ॥ - वीत०स्तो० ९।३ કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રી હેમચંદ્રાચાર્યમહારાજા વીતરાગસ્તોત્રમાં કહે છે કે– હે નાથ ! જો પરમ શ્રદ્ધાળુ શ્રોતા અને આગમના રહસ્યોને જાણનાર વક્તા એ બેનો સુયોગ થાય તો કલિકાલમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય એકછત્ર બને = સર્વત્ર પ્રસરે. ૩
અનંતકાળ ચક્ર છે, દરેક કાળચક્રમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ હોય છે. તેમાં ત્રીજા ચોથા આરામાં તારક શ્રીતીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થાય છે અને સર્વવિરતિ અંગીકાર કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ચતુર્વિઘસંઘરૂપ શાસનની સ્થાપના કરે છે. પરમાત્મા અર્થથી જે દેશના આપે છે, તેને ગણધરભગવંતો સૂત્રમાં ગૂંથે છે તે આગમગ્રંથ તરીકે પ્રસિદ્ધ થાય છે.
જૈન આગમ ચાર વર્ગોમાં વિભક્ત છે–(૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂલ અને (૪) છેદ.
ઉત્તરાધ્યયનસૂત્રની “મૂલવર્ગની અંદર પરિગણના થાય છે. જૈન આગમોમાં મૂલસૂત્રોનું સ્થાન ઘણું મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તરાધ્યયનસૂત્ર અને દશવૈકાલિકસૂત્ર ભાષા અને વિષયની દૃષ્ટિએ અત્યંત પ્રાચીન મૂલસૂત્ર છે. આ સિવાય પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિમાં સાધુભગવંતોના આચાર-વિચારોનું વિસ્તૃત વર્ણન હોવાના કારણે તે તે સૂત્રો દ્વારા સાધુસંસ્થાના ઇતિહાસ ઉપર પ્રકાશ પડે છે.
મૂલસૂત્રોની સંખ્યા અને તેના ક્રમમાં મતભેદ જોવા મળે છે. કેટલાક લોકો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક આ ત્રણ સૂત્રોને જ મૂલસૂત્રો માને છે. પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિને મૂલસૂત્રોમાં ગણતા નથી, તો વળી કેટલાક લોકો ૧. પ્રાક્કથનરૂપ આ લખાણમાં જૈનબૃહદ્રસાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ ગુજરાતી આવૃત્તિ અને
જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિમાંથી અમુક લખાણ સાભાર ઉદ્ધત કરી સંકલિત કરેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org