________________
४२
संमतितर्कप्रकरणे, काण्ड-१, गाथा-२६
વળી, જ્યારે તે જ રત્નો દોરા વડે તેના ગુણવિશેષોને ખ્યાલમાં રાખી યોગ્ય સ્થાનમાં પરોવવામાં આવ્યાં હોય તો જે રીતે રત્નાવલી' એવા સુંદર નામને પામે છે, અને પોતાનાં જુદાં જુદાં (વડુર્યમણિ, સૂર્યકાંત મણિ, નીલમ, પન્ના, હીરા, માણેક વગેરે) સ્વતંત્ર નામોને છોડી દે છે. (૨૪)
તેમ, પોતપોતાનું જે જે યોગ્ય સ્થાન છે ત્યાં વિશેષ પ્રકારે અર્થાત્ સાપેક્ષપણે ગોઠવાયેલા વક્તવ્યવાળા સર્વ પણ નયવાદો પ્રમાણભૂત બનવાના કારણે “પ્રમાણ'ના નામે ઓળખાય છે, પણ વિશેષસંજ્ઞા અર્થાત્ પોતપોતાના સ્વતંત્ર નામે ઓળખાતા નથી. (૨૫)
તાત્પર્યાર્થ : રત્નો ગમે તેવાં પાણીદાર અને કીંમતી હોય, તો પણ જ્યાં સુધી બધાં છૂટાં છૂટાં હોય, ત્યાં સુધી તે હાર નથી કહેવાતાં અને હાર તરીકે કિંમત અંકાતી નથી. તે જ રત્નો જ્યારે યોગ્ય રીતે દોરામાં પરોવી ગોઠવી દેવામાં આવે છે, ત્યારે તેઓ પોતાનું સ્વતંત્ર નામ છોડીને “રત્નાવલિ' નામ ધારણ કરે છે અને તેની યોગ્ય કિંમત અંકાય છે. તે જ પ્રમાણે નયોમાં પણ સમજવું. દરેક નયવાદ પોતપોતાના પક્ષમાં ગમે તેટલો મજબૂત હોય; છતાં જ્યાં સુધી તે બીજા નયની વાતોની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ સર્વ નયો “સુનય' તરીકે ઓળખાતાં નથી; પણ જ્યારે તે બધાનો વિષય અંદરોઅંદર એકબીજા સાથે ગોઠવાઈ સાપેક્ષ બને છે, અને બધા જુદા જુદા વિષયના પ્રતિપાદક હોવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે ત્યારે તે દરેક નય પોતાનું સ્વતંત્ર નામ છોડી “સમ્યગ્દર્શન' નામને અર્થાત્ “આ સુનય છે,’ ‘આ પ્રમાણવાક્ય છે એવી સંજ્ઞાને ધારણ કરે છે.
રત્નોનું હારપણું પરોવણી અને ગોઠવણી ઉપર અવલંબે છે; તેમ નયવાદોનું સમ્યગ્દષ્ટિપણે તેમના એકબીજાના વિષયનો અપલાપ નહિ કરવા સ્વરૂપ પરસ્પરના
સાપેક્ષપણા ઉપર અવલંબે છે. (૨૨-૨૫) दृष्टान्तगुणप्रतिपादनायाह -
लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य ।
अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ ।।२६।। १-लौकिकपरीक्षकसुखो लौकिकानां परीक्षकानां च सुखः सुखप्रतिपत्त्युपायः, अत्र व्युत्पत्तिविकला लौकिकाः, व्युत्पत्तियुक्ताप्टा परीक्षकाः । २-निष्टायवचनप्रतिपत्तिमार्गष्टा एकानेकात्मकनैप्टायिकवचनावगमजनकः । अथ इत्यवधारणार्थः । ३-प्रज्ञापनाविषय इति प्ररूपणाविषयोऽनन्तधर्मात्मकवस्तुप्ररूपकवाक्यविषयभूतः रत्नावलीदृष्टान्तः । तेन कारणेन विश्वस्तं शङ्काव्यवच्छेदेनायं दृष्टान्तोऽस्मिन् ग्रन्थे नयवादप्ररूपणायामुपनीतः પ્રતિઃ |
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org