________________
२६४
संमतितर्कप्रकरणे, काण्ड-३, गाथा-६९
એમ સૂચવ્યું છે કે, મૃત=મરણ, જ્યાં મરણ નથી તે અમૃત અર્થાત્ મોક્ષ, મોક્ષને જે પમાડે તે અર્થાત્ મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી તથા મોક્ષને જણાવનાર હોવાથી શ્રી જિનશાસનને “અમૃતસાર' કહ્યું છે. અથવા સમયસાયમ્સ અર્થાત્ અમૃતની જેમ જ આસ્વાદન કરાય છે – અમૃત તુલ્ય જે છે તેવા શ્રી જિનશાસનનું કલ્યાણ હો. ૩. સંવિગ્નસુખાધિગમ્ય આ વિશેષણથી એમ સૂચવ્યું છે કે, જૈનદર્શન એ અનેક પરસ્પર વિરોધી દૃષ્ટિઓનો સમુચિત સરવાળો હોવાથી ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ સંસારના ભયથી ઉદ્વેગ પામનારા અને મોક્ષની ઇચ્છાવાળા જીવો કે જેના રાગ-દ્વેષ વગેરે દોષ મંદતાને પામ્યા છે તેવા સંવિગ્નો જીવો માટે સહેલાઈથી સમજી શકાય તેવું છે કે, “આ જિનવચન જ તત્ત્વરૂપ છે. સંસારથી પાર ઉતરવા અને મોક્ષે પહોંચવા માટે જિનવચન સિવાય અન્ય કોઈ વચન સમર્થ નથી. આ ત્રણે વિશેષણોને લીધે જ શ્રીસામાયિક સૂત્રથી શરૂ કરી ચૌદમાપૂર્વ શ્રીબિંદુસાર સુધીના શ્રુતસમુદ્રની પૂજ્યતા છે. અહીં પૂજ્યતાસૂચક માવો શબ્દ વડે ક્ષીરાશ્રવ વગેરે અનેક લબ્ધિ અને ઐશ્વર્યવાળાપણું બતાવવામાં આવ્યું છે. આવા શ્રી જિનવચનનું અર્થાત્ જૈન શાસનનું કલ્યાણ થાઓ. આમ કહી અંત્યમંગલ કરવા માટે શ્રી જિનશાસનની વિશિષ્ટ સ્તુતિપૂર્વક ગ્રંથની પૂર્ણતા કરવામાં આવી છે. (૬૯). આ પ્રમાણે પ્રવચનને જાણકાર-મહાદાર્શનિક-શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ રચેલા શ્રીસંમતિતર્ક પ્રકરણના પ્રથમ કાંડનું વ્યાખ્યાનવાચસ્પતિ, પરિણત એવી સ્વ-પરદર્શનની બુદ્ધિવાળા તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્વને શોભાવનારા વર્ધમાનતપ આદિ અનેક તપ પ્રભાવક,
આજીવન ગુરુચરણ સેવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્
વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કીર્તિયશસૂરિએ
કરેલ ભાષાંતર સંપૂર્ણ થયું.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org