________________
२२२
સંતિત®પ્રજર,
ડુ-૩,
થા-રૂ૮-૪૨
શરીરપર્યાય, મનપર્યાય, વચનપર્યાય, ક્રિયાપર્યાય, રૂપ આદિ પર્યાય, ગતિવિશેષ પર્યાય, સંયોગપર્યાય, વિભાગપર્યાય અને જ્ઞાનપર્યાયની અપેક્ષાએ દ્રવ્યની ઉત્પત્તિ અનેક પ્રકારે થાય છે. (૪૨)
તાત્પર્યાર્થ : જન્ય દ્રવ્યની ઉત્પત્તિની બાબતમાં પરિણામવાદ, સમૂહવાદ અને આરંભવાદ એવી મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ છે. સાંખ્ય આદિ પરિણામવાદી છે, કારણ કે, તેઓ કાર્યદ્રવ્યને કારણનો માત્ર પરિણામ એટલે માત્ર રૂપાન્તર માને છે. બૌદ્ધ આદિ સમૂહવાદી છે, કારણ કે તેઓ સ્થૂળ દેખાતા દ્રવ્યને સૂક્ષ્મ અવયવોનો સમૂહ માત્ર માને છે. તેઓ નથી માનતા અવયવદ્રવ્યોનું કોઈ રૂપાન્તર કે નથી માનતા તે ઉપરથી અપૂર્વ અવયવી દ્રવ્યની ઉત્પત્તિ. વૈશેષિક આદિ આરંભવાદી કહેવાય છે, કારણ કે, તેઓ કાર્યદ્રવ્યને કારણનો માત્ર પરિણામ કે માત્ર સમૂહ ન માનતાં કારણો ઉપરથી બનેલ એક અપૂર્વ અવયવી દ્રવ્ય જ માને છે. જૈન દર્શન આ ત્રણે પક્ષોને પોતાની અનેકાંતષ્ટિથી સ્વીકારે છે, તેમ છતાં તેને વૈશેષિક આદિના આરંભવાદ સામે કાંઈક કહેવાનું છે અને તે જ આ સ્થળે ગ્રંથકારે બતાવ્યું છે.
આરંભ એટલે અપૂર્વ કાર્યદ્રવ્યની ઉત્પત્તિ. આવી ઉત્પત્તિ વૈશેષિક આદિ દર્શનોમાં સંયોગજનિત જ માનવામાં આવે છે. તેઓ કહે છે કે, જ્યારે કોઈ નાનું કે મોટું દ્રવ્ય નવું બને છે ત્યારે તે અનેક અવયવભૂત દ્રવ્યોના સંયોગથી જ બને છે પણ વિભાગથી કોઈ દ્રવ્ય નથી બનતું. ઘટ જેવું એક દ્રવ્ય ફૂટવાથી જે ટૂકડા દેખાય છે, તે તેમને મતે ઘટના વિભાગમાંથી સીધાં ઉત્પન્ન થયેલ નવાં દ્રવ્યો નથી, પણ મૂળ આરંભક પરમાણુઓના વિભાગ દ્વારા લયણુક આદિના નાશને ક્રમે ઘટનો નાશ થઈ શેષ રહેલ પરમાણુઓ ઉપરથી ફરી કયણુક આદિની સૃષ્ટિ દ્વારા અનુક્રમે સંયોગથી બનેલા એ નવા ટૂકડા છે. આ મતનો નિરાસ કરતાં ગ્રંથકારશ્રી એ મતવાદીઓને ઉત્પત્તિના સ્વરૂપથી અનભિજ્ઞ કહી વાસ્તવિકતા સ્થાપિત કરવા માટે કહે છે કે
જેમ અવયવોના સંયોગથી કાર્ય દ્રવ્યનો આરંભ દેખાય છે, તેમ કાર્યરૂપ દ્રવ્યમાંથી અવયવો છૂટાં પડવાને લીધે પણ નવું દ્રવ્ય બને છે. અર્થાત્ અવયવોના સંયોગની જેમ વિભાગમાંથી પણ કાર્ય દ્રવ્યનો આરંભ અનુભવસિદ્ધ છે, તો પછી માત્ર સંયોગજન્ય દ્રવ્યોત્પાદ માનવાનો શો અર્થ ? બે પરમાણુઓના સંયોગથી આરંભાયેલા દ્રવ્યમાં ‘આ કચણુક થયું’ એ પ્રકારનો વ્યવહાર કેમ થાય છે, અથવા ત્રણ યyકોના સંયોગથી આરંભાયેલા દ્રવ્યમાં ‘આ ત્રણુક ઉત્પન્ન થયું’ એ પ્રકારનો વ્યવહાર કેમ થાય છે, તેમ ચણુક કે બીજા કોઈ મોટા દ્રવ્યસ્કંધમાંથી વિભાગ પામેલા – છૂટા પડેલા નાના ખંડોમાં પણ ‘આ અણુ થયા,' એવો વ્યવહાર થાય છે જ, તેથી સંયોગ અને વિભાગ ઉભયજન્ય દ્રવ્યોત્પત્તિ માનવી એ જ યુક્ત છે.
કદાચ પૂર્વપક્ષી એવી દલીલ કરે કે, ઘણા તંતુઓમાં દશાવિશેષે એક કપડું છે એવી એકાકાર પ્રતીતિ અને એક કપડાશબ્દનો પ્રયોગ દેખાય છે, તેથી અનેક અવયવોના સંયોગથી એક દ્રવ્યની ઉત્પત્તિ માનવાને ટેકો મળે છે; એવો ટેકો વિભાગથી દ્રવ્યોત્પત્તિ માનવામાં કયાં
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org