________________
સાથે વિસ્તૃત અનુક્રમણિકામાં આપેલ છે. કથાની જે અનુક્રમણિકા હતી તે અમે કથાના અકારાદિક્રમ મુજબ પરિશિષ્ટ તૈયાર કરીને પરિશિષ્ટ વિભાગમાં આવેલ છે. નવીનસંસ્કરણમાં સાત પરિશિષ્ટો તૈયાર કરીને આપવામાં આવેલ છે. જૂની આવૃત્તિમાં શબ્દોમાં હસ્વ-દીર્ઘની અનેક અશુદ્ધિઓ હોવાથી યથાશક્ય પ્રયત્ન તે અશુદ્ધિઓનું પરિમાર્જન કરેલ છે, તેમજ જૂની આવૃત્તિના શુદ્ધિપત્રક મુજબ પણ શુદ્ધિકરણ કરેલ છે. આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગાદિથી ક્ષતિઓ રહી હોય તે વિદ્રવજ્જનો સુધારીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું. મારા અંતરની વાત
બે વર્ષ સુધી ભારે ન્યુમોનીયા, ચિકનગુનીયા, ડાયેરીયા વગેરેની સમ્ર બિમારીમાં પાંચ વાર હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને તે અરસામાં બેઠા-બેઠા સુતાં-સૂતાં ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિઓ, કુમારપાળચરિત્રસંગ્રહ, જયંતીપ્રકરણવૃત્તિ, વિજયચંદચરિયમ્, જગડૂચરિત્રમહાકાવ્યમ્, કુષ્માપુન્નચરિયમ્, જંબુસ્વામીચરિયમ્, વિવેકમંજરી અને બીજા પણ અધ્યાત્મયોગવિષયક અનેક ગ્રંથોનું વાચન કરવાનો અવકાશ સાંપડ્યો અને ઉપરોક્ત ગ્રંથો વાંચતા અંતરમાં જે આલાદ અનુભવ્યો તેથી અંતરમાં ભાવના ઉદ્ભવી કે આ બધા ગ્રંથો જીર્ણપ્રાયઃ અવસ્થામાં પ્રાપ્ત થાય છે તો આ ગ્રંથોના નવીનસંસ્કરણો પરિશિષ્ટો વિ. સાથે સંપાદિત કરીને પ્રકાશિત કરવા, તે મુજબ આ જયંતીપ્રકરણવૃત્તિ ગ્રંથ પ્રકાશિત થાય એવી અંતરમાં ભાવના રમ્યા કરતી. આ અરસામાં શ્રુતજ્ઞાનપ્રેમી, હૃતોપાસક મહાત્મા પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીમહારાજ શ્રુતપ્રેમના કારણે અવારનવાર તબીયત વિ.ની સુખશાતા પૃચ્છા કરે, કરાવે અને મૃતોપાસના-વાચન વિ. અંગે પણ ખબરપૃચ્છા કરે તેથી તેઓશ્રીને જાણ કરી કે જયન્તીપ્રકરણવૃત્તિ ગ્રંથ વાંચુ છું તે ગ્રંથ ખૂબ રોચક છે, એનું નવીનસંસ્કરણ સંપાદન કરવાની મારી ભાવના છે એ ભાવનાનુસાર તેઓશ્રીએ આ ગ્રંથના સંપાદન કાર્યમાં લાભ લેવા માટે મહેસાણા - જૈનશ્રેયસ્કરમંડળના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાને મહેસાણા - જૈનશ્રેયસ્કરમંડળના ટ્રસ્ટીઓએ વધાવી લીધી એના ફળસ્વરૂપે જયંતીચરિત્રગર્ભિતા જયંતીપ્રકરણવૃત્તિ ગ્રંથની આ નવી આવૃત્તિ અનેક પરિશિષ્ટો સાથે પ્રકાશિત થયેલ છે. ઉપકારસ્મરણ
આ નવીનસંસ્કરણના સંપાદનકાર્યમાં હું તો નિમિત્ત માત્ર છું પૂર્વના મહાપુરુષોએ પંચમાંગ ભગવતીઆગમગ્રંથના ૧૨મા શતકના બીજા ઉદ્દેશામાંથી ઉદ્ધત કરીને આ ગ્રંથ રચ્યો અને આ ગ્રંથની વૃત્તિ પણ એમના શિષ્યરત્ન રચી અને તે શ્રુતનો વારસો પરમપૂજય આચાર્યભગવંત કુમુદસૂરિમહારાજે તાડપત્રીય ઉપરથી સંપાદન કરીને પ્રકાશિત કર્યો અને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org