________________
૨૨
એ વારસો ભાવિમાં આગળ ટકી રહે એ ભાવનાથી મેં અલ્પમાત્ર આ પ્રયત્ન કર્યો છે. તેથી કાર્યનું સઘળું શ્રેય: પૂર્વના મહાપુરુષોને પ્રાપ્ત થાય છે. પરમપૂજ્ય આચાર્યભગવંત પ્રદ્યુમ્નસૂરિમહારાજે શ્રુતભક્તિના આ કાર્યમાં લાભ લેવા માટે જે પ્રેરણા કરી એ તેઓશ્રીની અનન્ય શ્રુતભક્તિ સૂચવે છે. આ સિવાય મારી સંયમસાધના-શ્રુતસાધનામાં સહાયક બનનાર તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
પ્રાંતે અંત૨ની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમગ્રંથરત્નમાંથી તાત્ત્વિક બોધ પ્રાપ્ત કરીને જીવનમાં આત્મસાત્ કરીને મોક્ષમાર્ગની આરાધના-સાધના કરીને જયંતીશ્રમણોપાસિકાએ સર્વવિરતિધર્મ અંગીકાર કરીને જેમ શાશ્વત મુક્તિસુખ પ્રાપ્ત કર્યું તેમ સૌ કોઈ ભવ્યાત્માઓ શાશ્વત મુક્તિસુખને પામનારા બનીએ એ જ શુભકામના....!! એફ-૨ જેઠાભાઈ પાર્ક, – સાધ્વી ચંદનબાલાશ્રી
નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭
અષાઢ સુદ-૧૫, વિ.સં. ૨૦૬૫, મંગળવાર, તા. ૭-૭-૨૦૦૯.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org