________________
પરમાત્માની દેશનામાં અનંગસેનકથા, શિવજકથા, જ્ઞાનાવરણીય બંધ ઉપર સુસ્થિતાચાર્યકથા, અભયદાન ઉપર મેઘકુમારકથા, સુપાત્રદાન ઉપર વીરભદ્રકથા, પ્રિયદર્શનાવૃત્તાંત, અનંગસુંદરીસ્વરૂપ, ઉચિતદાન ઉપર સોમદેવદ્વિજકથા, કરુણાદાન ઉપર સંપ્રતિ–પકથા, શીલ ઉપર સુદર્શનશેઠ-મનોરમાસતીનીકથા, તપધર્મ ઉપર અત્યંતર તપમાં નિઃશલ્યતાવિષયક અટ્ટણમલ્લકથા, વિનય ઉપર કુલપુત્રકથા, વેયાવચ્ચ-સ્વાધ્યાય ઉપર બાહુ-સુબાહુકથા, કાયોત્સર્ગવિષયક ચંદ્રાવતંસકકથા, ભાવના ઉપર ભરતચક્રીકથા. પાપસ્થાનક ઉપર કથાઓ
પ્રાણિવધવિરતિ ઉપર બંધુમતીકથા, અસત્ય ઉપર વસુરાજકથા, અદત્તાદાન ઉપર દુલલિતગોઠીયાનીકથા, પરદારગમનમાં વણિફસ્ત્રીકથા, પરિગ્રહ ઉપર લોભનંદીની કથા, ક્રોધ ઉપર પ્રસન્નચન્દ્રઋષિની કથા, માન ઉપર બાહુબલિમુનિવરની કથા, માયા ઉપર પંડુરાઆર્યાની કથા, માયા ઉપર ધનશ્રીકથા બીજી, અનંગસુંદરીવૃત્તાંત, લોભ ઉપર કપિલકથા, રાગ ઉપર શ્રીકાંતકથા, કેષ ઉપર નંદનાવિકકથા - ધર્મચિમુનિવરવૃત્તાંત, કલહ ઉપર સોમપુરોહિત કથા, અભ્યાખ્યાન ત્યજવા ઉપર અંગર્ષિકથા, અરતિ ઉપર ક્ષુલ્લકકુમાર કથા, રતિ ઉપર બ્રહ્મદત્તચક્રીકથા, પશુન્ય ઉપર સુબંધુમંત્રીકથા - ચાણક્યમંત્રી સ્વરૂપ, પરંપરિવાદ સુભદ્રાની સાસુની કથા - સુભદ્રાસતીવૃત્તાન્ત, માયામૃષાવાદ ઉપર કૂદક્ષપકકથા મિથ્યાત્વશલ્ય ઉપર કંડરીકકથા.
ભવ્યાભવ્ય_પ્રશ્નોત્તર, અભવ્યરુદ્રદેવની કથા, ભવ્યરહિત લોક થાય છે કે નહિ? તેનો યુક્તિપૂર્વક ઉત્તર, વાક્પતિરાજનો ઉત્તર સાંભળવાથી બપ્પભટ્ટસૂરિનો હર્ષ, બપ્પઈનૃપે જૈનદીક્ષા સ્વીકારી, જાગતા-સુતા પ્રશ્નોત્તરમાં કાલસોકરિક તથા સેડિકદ્વિજકથા, દુઈરદેવે કરેલી શ્રેણિકરાજની પરીક્ષા, આર્યરક્ષિતકથા, દ્રમકકથા, દઢપ્રહારીકથા, નર્દિષેણકથા, ભદ્રાસાર્થવાહીકથા, વાણિફૂપુત્રની કથા, હારપ્રભાપ્રાપ્તિમાં જિનદત્તકથા, ગંધપ્રિયકુમારકથા, સોદાસનૃપકથા, અવન્તીનાથનૃપકથા, નરસુંદરતૃપકથા, મહાસતી જયંતીની દીક્ષા, દેવાનંદાકથા, ગ્રંથકારની પરંપરા, પૂ.આ.મલયપ્રભસૂરિનું વર્ણન, આ પુસ્તક લખાવનાર નાઉશ્રાવિકાનો પરિચય, પર્યત આશીર્વાદ આ પ્રમાણે વિષયોનું નિરૂપણ કરેલ છે અને આ નવીનસંસ્કરણમાં વિસ્તૃત અનુક્રમણિકા જે આપેલ છે તે વાંચતા પણ વિષયવિભાગની વિશેષ સ્પષ્ટતા થાય તેમ છે.
વૃત્તિકારશ્રીએ પ્રાકૃત ભાષામાં ખૂબ રોચક શૈલિમાં કથાઓ આલેખેલી છે. દરેક કથાઓના ઘણા શ્લોકોમાં અન્યાનુપ્રાશ સરખાં આવે છે, જે માટે ત્રણ-ચાર શ્લોકો જોઈએ -
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org