________________
૧૭ અને કેટલાક જીવોનું જાગેલુંપણું સારું. હે ભગવન્! શા હેતુથી આપ એમ કહો છો કે? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધર્મને અનુસરનારા જેને અધર્મપ્રિય છે એવા અધર્મ કહેનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનારા અને અધર્મથી જ આજીવિકાને કરતા વિહરે છે, એ જીવોનું સૂતેલાપણું સારું છે. જો એ જીવો સૂતેલા હોય તો બહુ પ્રાણોના, ભૂતોના, જીવોના તથા સત્ત્વોના દુઃખ માટે, શોક માટે યાવત પરિતાપ માટે થતા નથી, વળી પોતાને, બીજાને કે બંનેને અધાર્મિક સંયોજના વડે જોડનારા થતા નથી.
૧૨વળી જે આ જીવો ધાર્મિક અને ધર્માનુસારી છે, યાવત્ ધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું જાગેલાપણું સારું છે, જો એ જીવો જાગતા હોય તો ઘણા પ્રાણીઓના થાવત્ સત્ત્વોના અદુઃખ માટે યાવત્ અપરિતાપ માટે થાય છે, વળી પોતાને, પરને અને બંનેને ઘણી ધાર્મિક સંયોજના સાથે જોડનારા થાય છે, તથા એ જીવો જાગતા હોય તો ધર્મજાગરિકા વડે પોતાને જાગૃત રાખે છે.
૧૩ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીરપ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાક જીવોનું દુર્બલપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક અને યાવતુ અધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું. જો એ જીવો દુબલા હોય તો કોઈ જીવોના દુઃખ માટે થતા નથી – ઇત્યાદિ અને “જાગતા'ની પેઠે સબલપણું કહેવું, માટે એ જીવોનું બલવાનપણું સારું છે.
૧૪ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવન્! દક્ષપણું – ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું દક્ષપણ સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક યાવદ્ વિચરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઇત્યાદિ સઘળું “સૂતેલાની જેમ કહેવું. તથા “જાગેલાની જેમ દક્ષ-ઉદ્યમી જાણવા. વળી એ જીવો દક્ષ હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની ઘણી વેયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે. ૧૨. “ત્રવરીયા પુન સન્નાથપરા નિયંતિયા ધીરા !
ધMમિ રક્તમાં તે સાદૂ ના પવા' II [Mયન્તીપ્રકરણે T. ૨૨]. ૧૩. “તુમ્બતિયાં ? સાદુ વનિયd ? નિખ નયંતિ! |
पावाणं दुब्बलियत्तं सेओ सद्धम्माणं तु बलियत्तं" ॥ [जयन्तीप्रकरणे गा. २३] ૧૪. “વવત્ત માર્તાસિયત્તમુત્ત ના નર્યાત ! માતાં ___ पाविट्ठदुट्ठचिट्ठे सिटुं सड्ढे लोए दक्खत्तं" ।। [जयन्तीप्रकरणे गा. २४]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org