________________
२२५
પરિશિષ્ટમ-૨૧ ધ્યાનમાલા
તિહાં મંડલ ચ્યાર તિહાં ચઉ જ્ઞાન, મંડગલ ચ્યાર શરણ એ ધ્યાન; લબ્ધિ અટ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના... ૨. પંચ વર્ણ પરિપૂતક પીઠ, ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઇઠ; પંચ પ્રસ્થાન પ્રવર્તક શિરછે, તાસ ધુરા વહેવા અનુકરૉ.... ૩. પંચાચારે પાવન થાય, તો એ પંચ પીઠ લહ વાય; વીતરાગ નહીં પણિ ઉપશમ રાગ, એ ધ્યાનેં હોઇ ઇમ પરભાગ... ૪. દેખઇ પાંચું એહના ધણી, દેખઈ પંચ એહનો પણિ ગુણી; સાધ્ય સાધન સાધકના ભેદ, ત્રિર્યું છઇ પણિ હોઇ અભેદ. ૫. અભય અકરણ અહમિન્દ્ર સમાન, તુલ્ય, કલ્પ, સાધન સાવધાન; એ પાંચના છે અહિ ઠાણ, ધર્મધ્યાનનું એ મંડાણ... ક. ઇત્યાદિક બહુલા વિસ્તાર, બહુશ્રુત મુખથી ગ્રહીશું સાર, શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્ય દેખેં શ્રી જિન સોય... ૭. તદ્ ભર્વે ત્રિભવું હોઈ તસ સિદ્ધિ, આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધિ; લેશ થકી એ બોલ્યો જાપ, ઈહાં પરમાર્થનો બહુ વ્યાપ... ૮. આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિચય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, બોધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ ... ૯. સ્વર્ગ હે તુ કહિ ઓ ધર્મધ્યાન, દ્રવ્યોદારે ભાવ પ્રધાન; હવે ભાખ્યું જે શુક્લધ્યાન, તે અપવષ્ણુ દેવાનેં પ્રધાન... ૧૦. પ્રથમ ભેદ નાના શ્રુત વિચાર, બીજું ઐકયશ્રુત સુવિચાર; સૂક્ષ્મક્રિય ઉચ્છિન્નત ક્રિયા, અપ્રતિપાત ચઉ ભેદ એ લહ્યા... ૧૧. એક ઠામિ પર્યાય અનુસરણ, શ્રતથી દ્રવ્ય વિષય સંક્રમણ; અર્થ વ્યંજન યોગાંતરે થાય, પ્રથમ ભેદ તે ઇમ કહેવાય... ૧૨. એક રીતિ પર્યાયને વિષે, અર્થ વ્યંજન યોગાંતર રુખેં હિર્ષે શ્રુત અનુસાર થકી જે વ્યક્તિ, તે બીજો એકત્વ વિતર્ક.. ૧૩. જે નિર્વાણ સમય ને પ્રાગ, નિરુદ્ધ યોગ કેવલીનેં લાગ; સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામ, ત્રીજું શુકલધ્યાન એ નામ... ૧૪. શૈલેશીગત જે નિશ્ચલ યોગ, લેગ્યાતીત જિહાં નહી પર યોગ, નામેં ઉચ્છિન્નક્રિય અપ્રતિપાતિ, ચોથો શુક્લભેદ વિખ્યાતિ... ૧૫.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org