________________
આ બે મુદ્રિત ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સર્વ પ્રતો પૈકી મુખ્યતયા A પ્રતનો ઉપયોગ કર્યો છે. આ પ્રતના પાઠો લગભગ શુદ્ધ જોવામાં આવ્યા છે. તે ઉપરાંત B પ્રત, મૂળગાથા માટે C પ્રત, તથા ખંભાત ભંડારની E, F G H પ્રતોનો વિશેષ ઉપયોગ કર્યો છે. 4, 6, L પ્રતો પાછળથી મળી હોવાને કારણે ગ્રહણ કરેલા પાઠો તથા પાઠાંતરો યોગ્ય છે કે નહિ તે જોવા તેનો પણ ઉપયોગ કર્યો છે અને જ્યાં તે પ્રતમાં શુદ્ધ પાઠ મળ્યો હોય ત્યાં તેનો પણ ઉપયોગ કર્યો છે. જે પાઠો શુદ્ધ જણાયા તે પાઠો પ્રસ્તુત પ્રકાશનમાં ગ્રન્થ સ્વરૂપે ગ્રહણ કરેલ છે તથા અન્ય પાઠો પાઠાંતર તરીકે ગ્રહણ કરેલ છે.
ज्ञानवैराग्यसम्पत्रः संवृतात्मा स्थिराशयः । मुमुक्षुरुद्यमी शान्तो ध्याने धीरः प्रशस्यते ।। -
જ્ઞાન અને વૈરાગ્યથી સમૃદ્ધ, ઇન્દ્રિયોનું સંવરણ કરનાર, સ્થિર આશયવાળો, મુમુક્ષુ, પુરુષાર્થ કરનાર, શાંત તથા ધીર એવો આત્મા ધ્યાન કરવા માટે યોગ્ય છે.
आर्त्तरौद्रपरित्यागाद्, धर्मशुक्लसमाश्रयात् । નવઃ પ્રાનોતિ નિર્વાન-મનન્તગુમવ્યુતમ્ / - [
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગથી તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું ધ્યાન કરવાથી જીવ અનંતસુખાત્મક અને શાશ્વત એવી મુક્તિને પામે છે.
ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ।।।। - ज्ञानसार
ધ્યાતા, ધ્યેય અને ધ્યાન-આ ત્રણે અંગો જેને એકપણાને પામ્યા છે તે અનન્યચિત્તવાળા મુનિને દુ:ખ સંભવી શકતું નથી.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org