________________
હસ્તલિખિતપ્રતોનો વિશેષ પરિચય
૭૭
હસ્તલિખિત પ્રતોનો વિશેષ પરિચય આ ગ્રંથના શુદ્ધિકરણ માટે જે જે હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પૈકી મોટા ભાગની પ્રતો આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા અંતર્ગત ધ્યાનશતક ટીકાનો ઉપયોગ કર્યો છે. ધ્યાનશતક ગ્રંથની સ્વતંત્ર પ્રતો ઘણી ઓછી જોવા મળે છે. જે પ્રતોનો ઉપયોગ કર્યો છે તેને AB વગેરે સંજ્ઞા આપેલ છે. A આવશ્યકનિર્યુક્તિ હારિભદ્રીયવૃત્તિ
શ્રી સંઘ ભંડાર, આ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર – પાટણ ડા. નં. ૧૧, પો.નં. ૧૬ આ પ્રત તાડપત્ર પર લખાયેલ છે. તેના લેખનને સુલેખન જ કહેવું પડે. તેમાં ર થી ૩, ૧૪ થી ૧૮, ૩૨ થી ૩૪, ૪૦ થી ૪૭, ૧૪ થી પક, ૬૫ થી ૭૧ ગાથાઓનાં પાનાં મળ્યાં નથી. પણ જેટલાં પાનાં મળ્યાં છે તેમાં સુંદરતા તથા શુદ્ધતા અન્ય સર્વ પ્રતો કરતાં વિશેષ જોવા મળી છે. તથા આ પ્રતમાં મૂળ ગાથાઓ ગ્રહણ ન કરતાં માત્ર ગાથાના પ્રતિકો જ ગ્રહણ કરાયા છે. આ
પ્રતની xe આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી પ્રાપ્ત થયેલ છે. B આવશ્યકનિર્યુક્તિ, હારિભદ્રીયવૃત્તિ
આ. કેલાસસાગરસૂરિ જૈન જ્ઞાનભંડાર કોબા, પ્રત નં. ૯૭૨૯ આ પ્રત વિ.સં. ૧૫૧પમાં આસો સુદ-૪ સોમવારના દિવસે અણહિલપુરપાટણમાં લખાયેલ છે. આ પ્રતમાં અશુદ્ધિઓ ઘણી છે. બે-ચાર સ્થાને અમુક પંક્તિઓ લખવાની પણ રહી ગઈ છે. છતાં
કેટલાક પાઠો સારા મળ્યા છે, જે અન્ય પ્રતોમાં નથી. c ધ્યાનશતક પ્રકરણ સાવચૂરિક
આ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર, પાટણ ડા. નં. ૧૨૮, પ્રત નં. ૩૭૭૯, પત્ર-૧૫ આ પ્રત હજુ સુધી અપ્રગટ છે. જેની એક નકલ પાટણથી અને બીજી નકલ આ. શ્રી. મુનિચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી પણ પ્રાપ્ત થયેલ છે. આ પ્રતનો મૂળ ગાથાની શુદ્ધિ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પરિશિષ્ટ-રમાં આ ગ્રંથને લેવામાં આવેલ છે. આ પ્રતને અંતે તિ ધ્યાનશતાર્થશ: સંપૂઃ | સી. નીવરીને પડનાર્થ &િ@ાપિતર્ આવો ઉલ્લેખ જોવા મળ્યો છે. પણ લેખન સંવતનો તથા કર્તાનો ઉલ્લેખ જોવા મળેલ નથી. ધ્યાનશતક, હારિભદ્રીયવૃત્તિ L.D. Institute of Indology પ્રત નં. ૯૨૮૮ આ પ્રત નવી લખાયેલ જણાય છે. સંવત વગરેનો ઉલ્લેખ નથી. લખાણ સુંદર અક્ષરોમાં છે. પ્રાયઃ વર્તમાનમાં છપાયેલ પ્રત આના આધારે છપાઈ હોય તેવું જણાય છે. મુદ્રિત પ્રત તથા આ પ્રતમાં
લગભગ લખાણ સરખું છે. દ આવશ્યકનિર્યુક્તિ હારિભદ્રીયવૃત્તિ
નીતિવિજય શાસ્ત્ર સંગ્રહ, સ્તંભનતીર્થ પો. નં. ૪૦૯, પ્રત નં. ૩૩૨૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org