SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानशतकम् આવશ્યકચૂર્ણિ (ધ્યા. શ. ગાથા-૮૨ ટિપન) સરાગચૌદપૂર્વીને શુક્લધ્યાનનો પ્રથમ ભેદ સંભવે છે. જ્યારે રાગનો ક્ષય કરનાર વીતરાગ ચૌદપૂર્વીને શુક્લધ્યાનનો બીજો ભેદ સંભવે છે. સંમતિપ્રકરણ, કાંડ-૩, ગાથા-૬૩ (ધ્યા. શ. ગાથા-૮૨, ટિપન) કષાયરૂપી મળ દૂર થવાથી પવિત્રપણું પ્રગટ થાય છે અને તેના અનુસંગથી જે ધ્યાન પ્રગટે છે તેને શુક્લધ્યાન કહેવાય છે. જે બે પ્રકારનું છે - શુક્લ અને પરમશુક્લ, શુક્લધ્યાનના પ્રથમ બે પાયા શુક્લસ્વરૂપ છે અને અંતિમ બે પાયા પરમશુક્લસ્વરૂપ છે. આ શુક્લ અને પરમશુક્લ સ્વરૂપ બંને પ્રકારનું શુકલધ્યાન પણ બે પ્રકારનું છે – બાહ્ય અને આધ્યાત્મિક. શરીર, દૃષ્ટિ વગેરેના પરિસ્પંદનો અભાવ, બગાસું ઓડકાર વગેરેનો અભાવ, અનભિવ્યક્તપણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વગેરે સ્વરૂપ બાહ્ય શુક્લધ્યાન છે. તથા સ્વસંવેદ્ય અને બીજાઓ વડે અનુમેય એવું પૃથકત્વવિતર્કસવિચાર વગેરે સ્વરૂપ આધ્યાત્મિક શુક્લધ્યાન છે. ધ્યાનશતક ગાથા-૮૮ શુક્લધ્યાનમાં જે ચાર અનુપ્રેક્ષાઓ જણાવવામાં આવી તે પ્રથમ બે ભેદને સંગત જાણવી. અંત્ય બે ભેદમાં અનુપ્રેક્ષાઓ સંભવતી નથી. યોગશાસ્ત્ર, પ્રકાશ-૧૧, ગાથા-૧ (ધ્યા. શ. ગાથા૯૪, ટિપ્પન શુક્લધ્યાનનું મુખ્ય ફળ મોક્ષ છે. આ નિરૂપણ શુક્લધ્યાનના અંતિમ બે ભેદની અપેક્ષાએ જાણવું - પ્રથમ બે ભેદનું ફળ અનુત્તરવિમાન પણ છે. દશવૈકાલિકચૂર્ણિ (પરિશિષ્ટ-૧) ધર્મધ્યાન માત્ર અપ્રમત્તને નહિ પણ અગિયાર અંગોને જાણકાર ઉપશાંત કષાયી તથા ક્ષીણકષાયી મહાત્માઓને પણ હોય છે. આત્મપ્રબોધ, પ્રકાશ-૩ (પરિશિષ્ટ-૧૫A). રૌદ્રધ્યાન પાંચ ગુણસ્થાનક સુધી સંભવે છે. કેટલાક આચાર્યો રૌદ્રધ્યાનના ચોથા વિષયસંરક્ષણાનુબંધિ ભેદને યાવત્ છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ માને છે. ધર્મધ્યાન ચોથા ગુણસ્થાનકથી લઈ સાતમા-આઠમા ગુણસ્થાનક સુધી સંભવી શકે છે. તે પૈકી ચોથે ગુણસ્થાનકે ધર્મધ્યાનના પ્રથમ બે ભેદ (આજ્ઞાવિચય અને અપાયરિચય) તથા પાંચમા ગુણસ્થાનકે પ્રથમ ત્રણ ભેદ (વિપાકવિચય સહિત) સંભવી શકે છે. શુક્લધ્યાનનો પ્રથમ ભેદ આઠમા ગુણ સ્થાનકથી લઈ અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. બીજો ભેદ બારમે ગુણસ્થાનકે જ હોય છે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002559
Book TitleDhyanashatakam Part 1
Original Sutra AuthorJinbhadragani Kshamashraman, Haribhadrasuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages302
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy