________________
ध्यानस्तुति-अधिकारः
१२७
महामहोपाध्यायश्रीमद्-यशोविजयगणिवरविरचित-अध्यात्मसारे
ध्यानस्तुतिनामकः सप्तदशोऽधिकारः । यत्र गच्छति परं परिपाकं, पाकशासनपदं तृणकल्पम् ।
स्वप्रकाशसुखबोधमयं तत्, ध्यानमेव भवनाशि भजध्वम् ।।१।। હે મુનિ ! જ્યારે ધ્યાનયોગ પોતાની પ્રકૃષ્ટ દશાને પામે છે ત્યારે ઈન્દ્રનું સામ્રાજ્ય પણ તણખલા જેવું લાગે છે. જે ધ્યાન સ્વપ્રકાશ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને સંસારનો નાશ કરનાર છે. માટે તે ધ્યાનને જ તું સેવ. (૧)
आतुरैरपि जडैरपि साक्षात्, सुत्यजा हि विषया न तु रागः ।
ध्यानवाँस्तु परमद्युतिदर्शी, तृप्तिमाप्य न तमृच्छति भूयः ।।२।। ખરેખર, રોગી જીવો કે મૂર્ખ જીવો વડે કદાચ વિષયોનો ત્યાગ કરાશે પણ તેઓ વિષયોના રાગને છોડી નહિ શકે. જ્યારે પરમાત્મ પ્રકાશને જોનારા ધ્યાનયુક્ત મહાત્માઓ અલૌકિક તૃપ્તિને પામીને ફરી ક્યારેય પણ વિષયો તરફ પ્રવૃત્તિ કરતાં નથી. (૨)
या निशा सकलभूतगणानां, ध्यानिनो दिनमहोत्सव एषः ।
यत्र जाग्रति च तेऽभिनिविष्टा, ध्यानिनो भवति तत्र सुषुप्तिः ।।३।। સઘળાયે જીવો માટે જે આધ્યાત્મિક દૃષ્ટિ રાત્રી સમાન છે તે આધ્યાત્મિક દૃષ્ટિ તત્ત્વદષ્ટિ ધ્યાની એવા સાધકો માટે દિવસરૂપ મહોત્સવ સમાન છે અને જે મિથ્યાદૃષ્ટિમાં અભિનિવેશવાળા સંસારી જીવો જાગતાં રહે છે તે મિથ્યાષ્ટિમાં ધ્યાની સાધકોની સુષુપ્તિ હોય છે અર્થાત્ ધ્યાની સાધકો તેનાથી પરાક્ષુખ હોય છે. (૩)
सम्प्लुतोदकमिवान्धुजलानां, सर्वतः सकलकर्मफलानाम् ।
सिद्धिरस्ति खलु यत्र तदुचैः ध्यानमेव भवनाशि भजध्वम् ।।४।। જેમ કૂવાના પાણીની પ્રાપ્તિનું કારણ ધરતીમાં વહેતાં પાણીના ઝરણાં જ છે. તેમ સઘળાય કર્મના ફળોની સિદ્ધિમાં સંસારનો નાશ કરનાર ધ્યાન જ છે માટે તે ધ્યાનને ભજો. (૪)
बाध्यते न हि कषायसमुत्थैः, मानसैर्न ततभूपनमद्भिः ।
अत्यनिष्टविषयैरपि दुःखे-ानवात्रिभृतमात्मनि लीनः ।।५।। આત્મસ્વરૂપ રમણતામાં લીન એવા ધ્યાની મહાત્માઓ કષાયોથી ઉત્પન્ન થયેલા માનસ દુઃખો વડે દુઃખી થતાં નથી, મોટા રાજાઓ વડે કરાતા વંદનમાં અભિમાન પામતાં નથી, કે અત્યંત અનિષ્ટ એવા વિષયો વડે દુ:ખી પણ થતાં નથી. (૫)
स्पष्टदृष्टसुखसम्भृतमिष्टं, ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् ।
नास्तिकस्तु निहतो यदि न स्यादेवमादिनयवाङ्मयदण्डात् ।।६।। આત્માને સ્પષ્ટ જોવાથી ઉત્પન્ન થયેલા સુખથી ભરપૂર, ઈષ્ટ તથા મોક્ષસુખથી વિશિષ્ટ એવું ધ્યાન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org