SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પેરા નં. ૨૯૮ - સં. ૧૧૨૭-૧૧૩૭માં નિબુયવંશના અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે સ્વશિષ્ય વીરદેવના કહેવાથી વિજયચંદ્રચરિત્ર પ્રાકૃતમાં રચ્યું. લે. મોહનલાલ દલીચંદ દેસાઈ) પજૈનધર્મપ્રસારકસભા ભાવનગરથી આ વિજયચંદચરિય પ્રાકૃતગ્રંથની વિ. સં. ૧૯૬૨માં જે આવૃત્તિ પ્રકાશિત થઈ છે અને ભાષાંતરની વિ. સં. ૧૯૮૦માં જે આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તે આવૃત્તિ ઉપરથી આ બંનેના નવીન સંસ્કરણનું કાર્ય સંશોધન, શુદ્ધિકરણ કરવાપૂર્વક કરવામાં આવેલ છે, અને શ્રૂતરત્નાકર તરફથી આ નવીનસંસ્કરણ પ્રકાશિત કરવામાં આવે છે. આ નવીન સંસ્કરણના સંપાદક લા. દ. વિદ્યામંદિરના નિયામક જિતેન્દ્રભાઈ બી. શાહ અવારનવાર મારી નાદુરસ્ત રહેતી તબીયતમાં સુખશાતા પૃચ્છા અર્થે આવે છે. તે વખતે એમણે કહ્યું કે પ્રાકૃતગાથામાં એક નાની કૃતિ ‘વિજયચંદચરિ’ છે. તેનું નવીન સંસ્કરણ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત કરવાની ભાવના છે, તેથી આપશ્રીજી આ કાર્યમાં આપનો સહયોગ આપો એવું અમે ખાસ ઇચ્છીએ છીએ. વળી, આ ગ્રંથ નાનો હોવા છતાં પ્રાકૃતગાથામાં હોવાથી પ્રાકૃતના અભ્યાસુવર્ગને સરળ શૈલીમાં હોવાથી વાંચવામાં ઉપયોગી થાય તેવો છે. તેથી તેમની ઉત્તમભાવનાને સ્વીકારીને આ ગ્રંથના કાર્યમાં સહયોગ આપવાનું થયેલ છે. વિજયચંદ્રકેવલીના શ્રીમુખે પોતાના સંસારી પુત્ર હરિચંદ્રને પ્રતિબોધ કરવા માટે કહેવાયેલી અષ્ટપ્રકારી પૂજા ઉપરની આ કથાઓ વાંચતા વાંચતા જે આનંદની અનુભૂતિ થઈ છે અને અનુભવી છે તે ખરેખર અવર્ણનીય છે. આવા ઉત્તમ ચરિત્રને વાંચવાની જિતેન્દ્રભાઈએ જે મને તક આપી તે બદલ ધન્યતા - કૃતાર્થતા અનુભવું છું. આ ગ્રંથનું કાર્ય કરતાં કરતાં વિચાર ઉદ્ભવ્યો કે આનું ભાષાંતર પણ પ્રકાશિત થયું છે તો તે ભાષાંતર પણ શુદ્ધિકરણ કરીને આ ગ્રંથમાં લઈ લેવામાં ૫. જૈ.ધ.પ્ર.સ.ની સંસ્કૃત મુદ્રિત પ્રાચીન લિપિવાળી સં. ૧૯૬૨ની પ્રત લા.દ.વિ.ના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે અને જૈ.ધ.પ્ર.સ. ગુજરાતી અનુવાદની સં. ૧૯૮૦ની પુસ્તક કૈ.સા.સૂ. જ્ઞાનમંદિર કોબાથી પ્રાપ્ત થયેલ છે. તે બદલ દરેક સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy