SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષતપૂજાવિષે શુકયુગળની કથા ૧પ૧ પ્રથમ વાનર વાનરી પ્રત્યે બોલ્યો-“હે સ્ત્રી ! આ કામુક તીર્થ છે. જો, અહીં કોઈ તિર્યંચ પડ્યો હોય તો તે આ તીર્થના પ્રભાવથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે; અને મનુષ્ય પડ્યો હોય તો તે દેવપણું પ્રાપ્ત કરે છે; એમાં જરા પણ સંદેહ નથી. માટે આ નીચે બેઠેલા પ્રત્યક્ષ દેવ જેવા મનુષ્યને અને મનુષ્યણીને જો હૃદયમાં ધારણ કરીને આપણે બંને અહીં ઝંપાપાત કરીએ કે જેથી તું તે સ્ત્રીની જેવી માનુષી થા અને હું એ પુરુષના જેવો મનુષ્ય થાઉં.” તે સાંભળી વાનરી બોલી–હે સ્વામી ! એનું નામ પણ કોણ લે કે જે પોતાની માતાને સ્ત્રીની બુદ્ધિથી હરણ કરી લાવેલો છે. તેવા પાપી મનુષ્યનું રૂપ મેળવવાને તમારી ઇચ્છા કેમ થાય છે ?' વાનરીનાં આવાં વચન સાંભળીને તે બંને મનમાં વિસ્મય પામી ચિતવવા લાગ્યા કે “આ મારી માતા કેમ” “અને આ મારો પુત્ર કેમ ?' વળી કુમાર વિચારવા લાગ્યો કે “હું જો કે આને સ્નેહથી હરણ કરી લાવ્યો છું, પરંતુ મારી તેને વિષે માતાબુદ્ધિ થયા કરે છે.' જયસુંદરી વિચારવા લાગી કે “આ મારો ઉદરજાત પુત્ર હોય એવો મને ભાસ થયા કરે છે. આ પ્રમાણે બંને હૃદયમાં ચિંતવે છે. તેમાંથી સંશયયુક્ત હૃદયવાળા કુમારે પેલી વાનરીને પૂછવું–‘ભદ્ર ! જે તું કહે છે તે શું સત્ય છે ?' વાનરી બોલી–“હા, તે સત્ય છે. તે છતાં જો તને સંદેહ રહેતો હોય તો અહીં લતાગૃહમાં એક જ્ઞાની સાધુ બેઠેલા છે તેમને પૂછી જો.” આ પ્રમાણે કહીને તે વાનરનું જોડું એકાએક અદૃશ્ય થઈ ગયું. તે જોઈ હૃદયમાં વિસ્મય પામી કુમારે તે મુનિવરની પાસે જઈને પૂછ્યું–“ભગવન્! આ વાનરીએ મારી આગળ જે કહ્યું તે શું સત્ય છે?’ મુનિરાજે પણ કહ્યું કે– હા તે સત્ય છે, તેમાં કાંઈપણ અસત્ય નથી. પરંતુ હું અહીં કર્મક્ષય કરવા માટે ધ્યાન ધરીને રહેલો છું; માટે આ વિષે વધારે પૂછવું હોય તો હેમપુરમાં કેવળીભગવંત બીરાજે છે ત્યાં જઈને પૂછો, તે તમને વિશેષ હકીકત કહેશે.” આ પ્રમાણે મુનિના કહેવાથી તે કુમાર પોતાની માતાને લઈને પ્રથમ પોતાને ઘેર ગયો. ત્યાં તેના પાલક માતાપિતાએ તેને વિમાનમાં બેસીને આવતો હૃદયમાં હર્ષ ધરીને જોયો. પછી તેણે એકાંત જઈ ચરણમાં પડીને પોતાની પાલક માતાને પૂછ્યું– હે માતા ! મારા ખરા માતાપિતા કોણ છે ? તે તમે સ્કુટ રીતે કહો.' માતાએ વિચાર્યું કે “આજે આ કુમાર આવો પ્રશ્ન કેમ કરે છે ?' આમ વિચારી ને માતા બોલી–“પુત્ર ! હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમારે કહ્યું કે “એ સાચું, પણ હું મારા જન્મદાતા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy