________________
૧૩૬
શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વિનયંધર તે રાજકન્યા ભાનુમતીને મોટી સમૃદ્ધિ સાથે પરણ્યો, તે સાથે તેને જિનેન્દ્રપૂજાના પ્રભાવથી મોટું રાજ્ય પ્રાપ્ત થયું, પોતાના વંશની શુદ્ધિ થઈ અને સેવકપણું નાશ પામ્યું.
પછી પોતાના પિતાની ઉપર ઘણા ક્રોધને ધારણ કરતો વિનયંધર મોટું સૈન્ય લઈને પોતનપુર તરફ ચાલ્યો. અનુક્રમે અવિચ્છિન્ન પ્રયાણ કરતો વિનયંધર પોતનપુર પાસે પહોંચ્યો, એટલે તેની માતા કમલાનું નામ અંગ તથા વામલોચન ફરકવા લાગ્યું. પોતાનો પુત્ર આવે છે તે હકીકત નહીં જાણતો એવો રાજા વજસિંહ કોઈ રાજા સૈન્ય સહિત ચડી આવ્યો છે એમ જાણી કવચ ધારણ કરીને સામો યુદ્ધ કરવા નીકળ્યો. પિતાપુત્રની વચ્ચે એવું મોટું યુદ્ધ થયું કે જેમાં હસ્તીઓના સંઘટ્ટથી સુભટો કચરાઈ જવા લાગ્યા અને સુભટોના હાથમાં રહેલા ભાલાના અગ્રભાગથી હસ્તીઓના સમૂહ ભેદાવા લાગ્યા. છેવટે રાજાએ નિઃશંકપણે પોતાના પુત્રની ઉપર બાણની પંક્તિ છોડવા માંડી કે જે લોહવાળી શરપંક્તિ તેના વક્ષ:સ્થળ ઉપર આવીને પડી. વિનયંધરે સશંકપણે બાણવૃષ્ટિ કરી કે જેથી તેના પિતાના રથ ઉપરની ધ્વજા તથ છત્ર ભાંગી પડ્યા અને બાણપંક્તિ દૂર જઈને પડી. પછી રાજાએ અત્યંત ક્રોધાયમાન થઈને પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું, એટલે પેલા યક્ષે આવીને તેને ખંભિત કરી દીધા, તેથી તે ચિત્રમાં આળેખેલો હોય તેવો થઈ રહ્યો. તે વખતે અત્યંતરના તાપથી તપેલા રાજાના શરીર ઉપર ચંદનનું વિલેપન કરવાનું રાજસેવકો બોલ્યા, એટલે વિનયંધરે હસતાં હસતાં કહ્યું કે
ચંદનનું વિલેપન કરવું રહેવા દઈને તેને અશુચિનું વિલેપન કરો કે જેથી તેના દેહમાં રહેલો તાપ નાશ પામે.” તે વખતે પેલા યક્ષે વિનયંધરને કહ્યું કે “હે વત્સ ! એવું વચન બોલ નહીં, જો કે એણે તને તજી દીધેલો છે તો પણ તે તારો પિતા છે.” યક્ષે રાજાને કહ્યું કે “હે રાજન્ ! તમે પરાભવ પામવાથી થયેલા સંતાપને છોડી દ્યો. આ વિનયંધર તમારો પુત્ર છે કે જેને તમે અરણ્યમાં મૂકાવી દીધો હતો. આ પ્રમાણેનાં પક્ષનાં વચન સાંભળી જાણે અમૃતથી સિંચિત થયો હોય તેમ રાજા અત્યંત આનંદ પામ્યો. વિનયંધરે પણ તેમની પાસે જાઈ પ્રણામ કરીને પોતાના અવિનયની ક્ષમા માગી. પિતાએ પુત્રને આલિંગન કર્યું અને સ્નેહથી મસ્તક ઉપર ચુંબન કર્યું. પછી કહ્યું કે “હે વત્સ !
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org