SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા વૈતાઢ્યગિરિની ઉપર દક્ષિણશ્રેણીમાં આવેલા ગજપુર નામના નગરમાં જયસૂર નામે વિદ્યાધર રાજા હતો. તેને શુભમતિ નામે રાણી હતી. અન્યદા ત્રીજા દેવલોકમાંથી ચ્યવી ઉત્તમ સ્વપ્ન સૂચવેલો કોઈ સમ્યગ્દષ્ટિ દેવતા તેણીના ગર્ભને વિષે ઉત્પન્ન થયો. એકદા રાજાએ રાણીએ પૂછ્યું “હે કૃશોદરી ! તમને કેવા દોહદ થાય છે તે કહો.' રાણી બોલી “હે સ્વામી ! સાંભળો. મને એવો દોહદ થાય છે કે જાણે તમારી સાથે હું અષ્ટાપદ પ્રમુખ તીર્થે જાઉ અને જિનેન્દ્ર પ્રભુની પૂજા કરું.” રાણીનાં આવાં વચન સાંભળી રાજા તત્કાળ વિમાનમાં બેસાડીને તેને અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયો. ત્યાં વિધિ વડે સ્નાન કરીને હૃદયમાં હર્ષ પામતી એવી રાણીએ ઉત્તમ વાજીંત્રના ધ્વનિપૂર્વક પ્રભુની ગંધપૂજા કરી. પછી પોતાના મનોરથ પૂર્ણ કરીને પર્વત ઉપરથી ઉતરતાં કોઈ ગહનવૃક્ષના કુંજમાંથી અતિ દુસ્સહ ગંધ તેણીને આવી, એટલે હૃદયમાં વિસ્મય પામીને તેણીએ રાજાને પૂછ્યું કે- “હે સ્વામી! ઉત્તમ અને સુગંધી પુષ્પોવાળા આ વનમાં આવી દુસ્સહ દુર્ગધ કયાંથી આવે છે?” રાજા બોલ્યો – “હે પ્રિયા ! શું આ તારી આગળ પોતાના ભુજદંડ ઊંચા કરીને શિલાતલ ઉપર કોઈ મુનિ ઊભા રહેલા છે તે તારા જોવામાં નથી આવતા ? પોતાના દેહને ઊર્ધ્વપણે સ્થિર કરી અને નિર્મળ સૂર્યની સામે દૃષ્ટિ રાખી ઘોર તપસ્યા કરતા આ મુનિ દેવતાઓને પણ ત્રાસ ઉત્પન્ન થાય તેવી રીતે સ્થિત રહેલા છે. સૂર્યના તીણ કિરણોથી જેનું શરીર તપેલું છે અને મળના સમૂહથી જે વ્યાપ્ત છે, એવા તે મુનિના શરીરમાંથી આવી દુસ્સહ ગંધ છળી રહેલી છે.” તે સાંભળી રાણી બોલી કે –“હે સ્વામી ! શ્રીજિનેશ્વરભગવંતે જો કે Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy