________________
૧૨૦
શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર વિજયચંદ્ર કેવળીએ હરિચંદ્રરાજાના મસ્તક ઉપર પોતાનો હાથ મૂકીને કહ્યું કે- “હે વત્સતું અમારા આપેલા ધર્મલાભથી સંસારનો નાશ કરનારો થા’ પછી બીજા મુનિઓને પણ ભક્તિથી નમીને સંસારથી ભય પામેલો રાજા ગુરુની પાસે બેસી ધર્મ સાંભળવા લાગ્યો.
મુનિરાજે પ્રથમ પંચ મહાવ્રતરૂપ યતિધર્મ વિસ્તારથી કહ્યો અને પછી પાંચ અણુવ્રતાદિક બાર વ્રતરૂપ શ્રાવકધર્મ પણ કહી સંભળાવ્યો. પછી કહ્યું કે
શ્રાવકે વિશેષ કરીને જિનપૂજા કરવી, કારણ કે જિનપૂજા સંસારરૂપ સમુદ્રનું મંથન કરનારી છે અને મોક્ષમાર્ગની ઉત્પાદક છે.” રાજાએ નમીને મુનિરાજને પૂછ્યું કે “હે સ્વામી ! જિનપૂજા કેટલા પ્રકારની છે અને તે કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? તે કૃપા કરીને કહો” તેના ઉત્તરમાં કેવળીભગવંત બોલ્યા કે“હે રાજેન્દ્ર ! જિનપૂજા કેટલા પ્રકારની છે અને તે કરવાથી શું ફળ થાય છે તે હું કહું છું તે સાંભળ-૧ ગંધ, ૨ ધૂપ, ૩ અક્ષત, ૪ પુષ્પ, પ દીપ, ૬ નૈવેદ્ય, ૭ ફળ અને ૮ જળ-એ આઠ પ્રકારે જિનપૂજા છે. તેમાં પ્રથમ શ્રીજિનેન્દ્રની ગંધપૂજા કરવાથી પુરુષ સુગંધી શરીર, સુંદરવર્ણ, પ્રશંસનીય રૂપ, સુખ તથા સૌભાગ્ય પામે છે અને પ્રાંતે પરમપદને પણ પ્રાપ્ત કરે છે. પૂર્વે શ્રીજિનેશ્વરની ગંધપૂજા કરવાથી જયસૂરરાજાએ સ્ત્રી સહિત તે જ જન્મમાં નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું. તેની કથા નીચે પ્રમાણે –
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org