________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૬૧ ૪૮. કોઈ એક દિવસે ગામોગામ વિચરણ-વિહાર કરતાં કરતાં કેવલ
જ્ઞાની સુલોચનમુનિ–રાજકુમાર દુર્લભનાં સંયમી બનેલા માતા
પિતા સાથે દુર્ગિલ વનમાં પધાર્યા. ૪૯. ત્યારે કુમારનું આયુષ્ય અલ્પ છે એવું અવધિજ્ઞાનથી જાણીને
ભદ્રમુખી યક્ષિણી, કેવલીભગવંતને હાથ જોડીને ભક્તિપૂર્વક પૂછે
છે. ૫૦. હે ભગવન્ ! અલ્પ જીવિત (જીવન | આયુષ્ય) ને કઈ રીતે વધારી
શકાય ? ત્યારે કેવલજ્ઞાનમાં પ્રકાશમાં બધી બાબતોને જાણતા
કેવલીભગવંત કહે છે કે – ૫૧-૫૩. અતિ બળવાન એવા પણ તીર્થકરો, ગણધરો-ચક્રવર્તીઓ
બલદેવો-વાસુદેવા (તૂટેલા). આયુષ્યનું સંધાન જોડાણ કરી શકતા નથી. જે દેવો જેબૂદ્વીપને છત્ર બનાવે, મેરુને તેનો દંડ બનાવે એવા સમર્થ હોય છે, તેઓ પણ આયુષ્યને જોડી શકતા નથી. કહેવાય છે કે “તૂટેલા આયુષ્યને સાંધવા માટે–વિદ્યા સમર્થ નથી, ઔષધ સમર્થ નથી, પિતા સમર્થ નથી, બંધુજનો સમર્થ નથી, પુત્રો સમર્થ નથી, ઈષ્ટ દેવતા કે કુલદેવતા સમર્થ નથી, પ્રેમાળ માતા સમર્થ નથી ધન સમર્થ નથી, સ્વજનો સમર્થ નથી, સેવક-પરિજનો સમર્થ નથી, શરીરબળ સમર્થ નથી. અરે દેવો, દીનવો કે એમના
માલિકો = ઇન્દ્રો પણ સમર્થ નથી. ૫૪. આમ કેવલીભગવંતનાં વચન સાંભળી. (રાજકુમારનું આયુષ્ય
વધારી નહી શકાય એમ જાણીને) વ્યંતરીનું તો સર્વસ્વ લૂંટાઈ ગયું.
અને મન ખિન્ન થઈ ગયું ને પોતાના ભવનમાં પહોંચી. ત્યાં પપ-પ૬. કુમારે એને ઉદાસ જોઈ, પ્રેમાળ-મીઠાં વચનોથી પૂછયું–તું
આજે ઉદાસ કેમ છે? શું કોઈએ તને દૂભવી છે? શું કોઈએ તારી
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org