________________
F૦
કુર્માપુત્રચરિત્ર ૪૦. ત્યારે કેવલીભગવંતે ફરમાવ્યું કે તમે કાન માંડીને, એકાગ્ર મનથી
સાંભળો–કે વ્યંતરીએ તમારા પુત્રનું અપહરણ કર્યું છે. ૪૧-૪૩. કેવલીભગવંતનું આ વચન સાંભળીને તેઓને ઘણું આશ્ચર્ય
થયું. કે દેવો અપવિત્ર એવા માનવનું અપહરણ શા માટે કરે ? કારણ કે આગમમાં જણાવાયું છે કે-“મનુષ્ય લોકની દુર્ગધ ૯૦૦ યોજન ઊંચે જાય છે, જેથી દેવો અહીં આવતા નથી. જોકે તીર્થંકર ભગવંતનાં કલ્યાણકો, કોઈક મહામુનિનો તપ, કે પૂર્વ ભવનાં સ્નેહ-કે આવા કોઈક કારણસર દેવો મનુષ્યલોકમાં આવે છે.”
બૃિહત્ સંગ્રહણી—ચંદ્રસૂરિ–ગા. ૧૯૦, ૧૮૮.] ૪૪. ત્યારબાદ કેવલીભગવંતે તેઓને વ્યંતરીનો કુમાર સાથેનો
પૂર્વભવનો સ્નેહ સંબંધ જણાવ્યો. ત્યારે તેઓ બધા બોલી ઉઠ્યા.
અહો કર્મનાં પરિણામ અતિ બળવાનું હોય છે. ૪૫. માતા પિતાએ પૂછ્યું કે કુમારનો મેળાપ અમને પાછો ક્યારે થશે?
તો કેવલીભગવંતે જણાવ્યું કે—અમે અહીં ફરીથી આવીશું ત્યારે
(તમને કુમારનો મેળાપ થશે.) / કુમારનાં માતા-પિતાની દીક્ષા અને તેઓનું પુનર્મિલન !' ૪૬. આમ બનેલી ઘટના (સંબંધ) સાંભળીને દુર્લભકુમારનાં માતા પિતા
વૈરાગ્ય પામ્યા. બીજા નાના રાજકુમારને રાજ્ય ઉપર સ્થાપીને,
કેવલીગુરુ સુલોચન મુનિ પાસે દીક્ષા સ્વીકારી. ૪૫. ઉગ્ર-શ્રેષ્ઠ તપ અને ચારિત્રમાં | તપનાં આચરણમાં–તત્પર થયા.
અથવા એમ પણ કહો કે “એમનાં તપ અને ચારિત્ર” પર = ઉત્કૃષ્ટ હતા. એટલે જ નિર્દોષ આહારની ગવેષણા)માં તત્પર રહેતા હતા, અને મન-વચન-કાયાની “ગુપ્તિ' (શાસ્ત્રોક્ત રીતે કાબૂમાં) રાખતા હતા. આમ આવી રીતે વિહાર (= સંયમપૂર્વક જીવન પસાર) કરતા હતા.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org