________________
ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૭પ ૧૭).ચક્રવર્તી આશ્ચર્યથી ફરી પૂછે છે કે—કેવલી ઘરે કેમ વસે છે ?
તેનો જવાબ પ્રભુ આપે છે–કૂર્મપુત્ર કેવલી પોતાના માતાપિતાને
પ્રતિબોધ થાય એટલા માટે ઘરે વસી રહ્યા છે. ૧૭૧-૧૭૩. તે દરમિયાન ચારણશ્રમણો ભગવાનને પૂછે છે કે–અમને
કેવલજ્ઞાન થશે. ? કેવલજ્ઞાન (થવાનું) છે ? તો એમને પ્રભુએ જલ્દીથી કેવલજ્ઞાન (થવાનું) છે-એમ જણાવ્યું. (૧૭૨) છતાં વિશેષ સ્પષ્ટતા માટે ચારણમુનિઓ એ કેવલજ્ઞાન થવાનો સમય– પૂછતાં જગદુત્તમ” ભગવાને જણાવ્યું કે. (૧૭૩) જ્યારે કુર્માપુત્ર પોતે જ–મહાશુક્ર દેવલોકમાં “મંદિર નામના વિમાન(નાં તમારા ઉત્પન્ન થવા વગેરેની) વાત કહેશે, ત્યારે તમને કેવલજ્ઞાન
ઉત્પન્ન થશે. ૧૭૪. આમ ભગવાન પાસે પોતાનાં કેવલજ્ઞાન અંગેની વાત જાણીને,
તત્ત્વનાં જાણકાર, મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિનાં ધરનાર, તે ચારે ય શ્રમણમુનિઓ જિનેશ્વરભગવંતને નમન કરીને-(ત્યાંથી ઉઠીને ભરતક્ષેત્રમાં કુર્માપુત્ર કેવલી પાસે આવ્યા. અને મૌન
રાખીને ઊભા રહ્યા. ૧૭૫. ત્યારે કુર્માપુત્ર કેવલી તેમને જણાવે છે કે હે ભદ્ર ! કલ્યાણવંત
મુનિઓ ! તમને જિનેશ્વરભગવાને નથી કહ્યું? કે તમે મહાશુક્ર
દેવલોકમાં મંદિરવિમાનમાં દેવસુખ ભોગવ્યું હતું.' ૧૭૬. આમ કૂર્માપુત્રનાં વચન સાંભળવાથી જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી
ચારણ મુનિઓને પૂર્વભવ યાદ આવ્યો, જેથી ભાવોલ્લાસ વધતાં
ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયા. | ક્ષપકશ્રેણિનું સ્વરૂપ છે ૧૭૭. અહીં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થતાં પૂર્વે જીવ ક્યાં ક્રમે આગળ વધે
છે તે “ગુણશ્રેણી” ઉપરનાં ક્રમશઃ આરોહનું વર્ણન ગ્રંથકાર કરે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org