________________
કૂર્મપુત્રચરિત્ર પુણ્યશાળી જીવો ચારિત્ર (“જીવ’ વિષેની સાચી સમજને કારણે– એમનાં જીવોના સંરક્ષણ માટે પાપ પ્રવૃત્તિનો ત્યાગ)નો સ્વીકાર કરે છે. તો કેટલાક અંશતઃ ચારિત્ર = શ્રાવકધર્મ (દશવિરતિ)નો
સ્વીકાર કરે છે. ૧૬૪-૧૬૫. આ બાજુ-કમલારાણી, ભ્રમરરાજા, દ્રોણરાજા અને
કુમારાણી–જેઓ ચારિત્ર સ્વીકારીને–આરાધીને શુક્રદેવલોકમાં દેવ થયા હતા. તેઓ (૪) ચારે જીવો ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં–ચ્યવીને ભરતક્ષેત્રમાં આવેલા વૈતાદ્યપર્વતમાં ખેચરવિદ્યાધર તરીકે જન્મ્યા છે. હવે (૧૬૫) તેઓએ ભોગો ભોગવીને પછી ચારણ (તપનાં પ્રભાવથી જેમને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થાય છે તેમ)ની પાસે સંયમવ્રત સ્વીકાર્યું છે, તેઓ
ત્યાં સમવસરણમાં આવ્યા છે. જિનેશ્વરભગવાનને વંદન કરીને–
ધર્મ શ્રવણ માટે બેઠા છે. ૧૬૬. તેમને જોઈને દેવાદિત્યચક્રવર્તી “ધર્મચક્રી' એવા તીર્થંકર
પરમાત્માને પૂછે છે કે હે નાથ ! શુભમનવાળા આ ચારણશ્રમણો
કોણ છે ? અને તેઓ ક્યાંથી આવ્યા છે. ૧૬૭. ત્યારે જિનેશ્વરભગવંત રાજાને જણાવે છે કે –આ ચારણશ્રમણો
ભરતક્ષેત્રનાં વૈતાદ્યપર્વતથી અહીં અમને વંદન કરવા માટે
આવ્યા છે. ૧૬૮. ત્યારે ચક્રવર્તી વળી પૂછે છે કે–હે ભગવન્! ભરતક્ષેત્રનાં
વૈતાદ્યપર્વતમાં કે ભરતક્ષેત્રમાં અત્યારે ચક્રવર્તી કે કેવલી છે ? ૧૬૯. ભગવાન જણાવે છે કે–હે રાજન્ ! ભરતક્ષેત્રમાં હમણા જિન
નથી. કેવલજ્ઞાની મુનિ નથી કે ચક્રવર્તી નથી. પરંતુ કુર્માપુત્ર નામના કેવલજ્ઞાની ગૃહસ્થાવસ્થામાં છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org