________________
પ્રકાશકીય
કુષ્માપુત્ત-કૂર્માપુત્ર પ્રત્યેકબુદ્ધકેવલીનું આ પ્રાકૃત ભાષામાં રચિત કાવ્ય છે. આ કાવ્યમાં ૧૯૮ ગાથાઓ છે.
આ કાવ્યના કર્તાતપાગચ્છનાપરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમવિમલસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય જિનમાણિક્યવિજયમહારાજા કે પરમપૂજ્ય જિનમાણિક્યવિજયમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય અનંતહંસવિજયમહારાજા છે.
જૈનવિવિધસાહિત્યશાસ્ત્રમાલાના ૧૩માં પુષ્પરૂપે શ્રીમસ્જિનમાણિકયવિનિર્મિત-કુષ્માપુરાચરિએ ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત હરગોવિંદદાસ દ્વારા સંશોધિત અને સંસ્કૃતછાયાથી વિભૂષિત વીર સંવત ૨૪૪૫, વિક્રમ સંવત્ ૧૯૭પ, ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત થયેલ છે.
તથા
ગુજરાત કૉલેજ દ્વારા પ્રો. કે. વી. અત્યંકરે સંપાદિત કરેલ પુસ્તક ઈ.સ. ૧૯૩૩માં પ્રકાશિત થયેલ છે.
કુમ્માપુન્નચરિઅમ્નું આ નવીનસંસ્કરણ ઉપરોક્ત બંને પુસ્તકો જીર્ણ થઈ ગયેલા હોવાથી તેના આધારે તૈયાર કરવામાં આવેલ છે. ગુજરાત કૉલેજના સંસ્કૃત અને અર્ધમાગધીભાષાના પ્રો. કે.વી. અત્યંકરે અનેક પ્રતોના આધારે પુનઃ સંપાદન કરેલ હોવાથી તે પુસ્તકમાંથી આ ચરિત્ર અને હ.પ્રતોના પાઠભેદો નવીનસંસ્કરણમાં લીધાં છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org