________________
૫૮
શ્રીજગડૂચરિત
ભલે નિરંતર જાગતા રહે, (કારણ કે) તેમના અત્યંત ભયથી વિવેકી કવિજનો કાવ્યમાર્ગથી ક્યાંય પણ ચૂકતા નથી.
૫. જે સત્પુરુષો પવિત્ર ચરિતવાળા છે, પાપરહિત છે, અને જેના સદ્ગુણોનો ભંડાર ચંદ્રકાંતિથી પણ વધારે ઝળકે છે, તે (જગતમાં) વિરાજે છે, કેમકે તેઓ સ્વાર્થનો ત્યાગ કરીને પોતાનું ચિત્ત પરમાર્થ સાધવામાં સારી રીતે લગાડે છે.
૬. કલ્પવૃક્ષની પાસે અત્યંત યાચના કરીએ તોપણ તે સ્વર્ગ કે મોક્ષ આપતું નથી પણ સ્વભાવે સરળ ધર્મ તો વિવેકી અને વિરક્ત પુરુષોને (માગ્યા વિના) પણ સ્વર્ગ તથા મોક્ષ સહેજમાં આપે છે.
૭. ત્રિલોકના કલ્યાણ કરનાર જૈનમતના પ્રભુ નાભિરાજાના પુત્ર (ઋષભદેવે), દાન ઇત્યાદિ ભેદવાળો, તથા સમૃદ્ધિ, ધૈર્ય, કીર્તિ, અને બુદ્ધિ આપનાર એવો જે ધર્મ પ્રગટ કર્યો છે, તેને
મારા નમસ્કાર.
૮. આ સંસારમાં દેહધારીઓની લક્ષ્મી તરંગો જેવી ચપળ છે, તેમનું આયુષ્ય પવનથી કંપતા પીપળાના પાન સરખું છે, અને યૌવનાવસ્થા તાજી શરદઋતુના સંધ્યાકાળના રંગ જેવી છે, માત્ર સત્કર્મથી થયેલી કીર્તિ એ જ સ્થિર રહે છે.
૯. કળિયુગરૂપી શત્રુનો ધિક્કાર કરનાર, અને વિવેકી, એવા તે એક જ જગડૂએ, ગંગાજીના તરંગ જેવા નિર્મળ, અને સો કલ્પ સુધી સ્થાયી અને દાનથી પ્રાપ્ત કરેલા, યશસમુદાય વડે આખા ત્રિલોકને ઉજ્જવળ કર્યું.
૧૦.આ સંસારમાં જગડૂનું સુંદર ચિરત સારી રીતે શ્રવણ કરવાથી સાધુજનનું ચિત્ત અતિ પ્રસન્ન થાય છે, કાન પવિત્ર થાય છે,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org