________________
શ્રીજગડૂચરિત પરબ્રહ્મને નમસ્કાર
સર્ગ ૧ લો.
૧. જેના મસ્તક ઉપરનું, સર્પની ફેણના મણિરૂપ દીપક જેવું
પ્રકાશમાન, અજ્ઞાનરૂપ અંધકારને જીતનારું, અને વિજ્ઞરૂપ પતંગિયાને ભેદનારું તેજ પુણ્યવાનું પુરુષોને મોક્ષમાર્ગ પ્રગટ
કરે છે, એવા જિનાધિનાથ પાર્થ (સર્વનું) કલ્યાણ કરો. ૨. જેમના ચરણ સર્વ મનુષ્યોને પૂજનીય છે, એવાં છે અતિશય
મનોહર કાન્તિવાળાં સરસ્વતી મૈયા ! હું છું તમારો બાળક, તેના અજ્ઞાનરૂપ કાદવના સમૂહને, તમારા અનુગ્રહરૂપ સ્વચ્છ
જળથી હમેશાં (ધોઈને તેનો) નાશ કરો (મન શુદ્ધ કરો). ૩. અહમ્મતરૂપ સમુદ્રનો વિલાસ પ્રતિપાદન કરવામાં નિમગ્ન,
અને રાકા (એટલે પૂર્ણિમાના) શુક્લપક્ષના જેવા શોભાયમાન, અને દુષ્કર્મથી થયેલા તાપને ટાળનાર, ધનપ્રભસૂરિ નામના ચંદ્રમાતુલ્ય સર્વોત્તમ દેવને અત્યન્ત ભક્તિભાવથી પ્રણામ કરું
૪. સર્વ દુર્જનો અતિ દુઃખ દેવામાં તત્પર છે તો પણ તે જગતમાં
૧. અહદેવે ચલાવેલો મત, એટલે જૈનમત.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org