________________
८
શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજાના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજસાહેબની પ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સ૨ળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે કરેલ છે, અને આ જગડૂચરિત-મહાકાવ્ય ભાષાંતર-પરિશિષ્ટોસહિત અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે તે અમારા માટે અતિઆનંદનો વિષય છે.
પૂજ્ય સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ પૂજ્ય પંન્યાસજીમહારાજના પ્રેરક પરિબળને ઝીલીને આવા ઉત્તમ દાનવીર જગડૂશાહનું મહાકાવ્યરૂપે આ ચરિત્ર સંપાદિત કરીને પ્રકાશિત કરવાનો અમારી સંસ્થાને જે લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.
આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના સંપાદકોનો, પ્રકાશકોનો, તે તે સંસ્થાઓનો અને નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો અને સંપાદિકાશ્રીનો પ્રૂફવાચન કરી આપવા માટે પં. અમૃતભાઈ પટેલનો તથા આ કાર્યના અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાનો અને મુદ્રણ કાર્ય માટે તેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો પણ ખુબ ખુબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમદાનવીર મહાપુરુષોના ચિરતમાંથી ગુણો પ્રાપ્ત કરી સૌ આત્મશ્રેયઃ સાધો એ જ શુભભાવના !! ભદ્રંકર પ્રકાશન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www
www.jainelibrary.org