SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય સોલંકીકાળ એટલે ગુજરાતનો સુવર્ણયુગ. આ સમય દરમ્યાન ગુજરાતની રાજગાદી ઉપર પ્રતાપી રાજાઓ એ રાજ કરી ગુજરાતની પ્રજાની સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરી અને રાજયની સીમાઓ દૂરસુદૂર સુધી વિસ્તારી હતી. ગુજરાતની રાજગાદીને ગૌરવ અપાવનારા બે રાજાઓ એક સિદ્ધરાજ જયસિંહ અને બીજા પરમાહત કુમારપાળ. આ બન્ને રાજાઓએ ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં પ્રગતિ સાધી હતી. પોતાના પરાક્રમ અને શૌર્યથી શત્રુ રાજાઓને હતપ્રભ કરી દીધા હતા, કુશળ અને બાહોશ મંત્રીઓએ રાજયનો સુંદર વહીવટ કરી દેશની પ્રજાને સુખ શાંતિ બક્યા હતા, જયારે પ્રકાંડ પંડિતોએ નવા નવા ગ્રંથોની રચના કરી ગુજરાતની કીર્તિને અમર બનાવી હતી. પાટણ પંડિતોનું કાશી બન્યું હતું. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજાએ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી. સિદ્ધરાજ જયસિંહને અનેક લોકોપયોગી કાર્યો કરવા માટેની પ્રેરણા આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજા તરફથી મળતી હતી. મહારાજા સિદ્ધરાજની વિનંતીથી જ આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજે ગુજરાતને અપૂર્વ ગૌરવ અપાવનાર સંસ્કૃત ભાષાનું સિદ્ધહેમશબ્દાનુશાસન નામનું વ્યાકરણ રચ્યું હતું. આ વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આવ્યું છે. આ વ્યાકરણને અંતે જૂની ગુજરાતી ભાષા જેને અપભ્રંશ તરીકે ઓળખવામાં આવે છે, તેનું સર્વપ્રથમ વ્યાકરણ રચી અદ્ભુત કાર્ય કર્યું. રાજા કુમારપાળ તો કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજાને પોતાના ગુરુ જ માનતા હતા. તેમની પ્રેરણાથી જીવનમાં અનેક પ્રકારના વ્રતાદિ ગ્રહણ કર્યા હતા. પૂર્વાવસ્થામાં કુમારપાળે આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજા દ્વારા રક્ષણ પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ રાજા બનતા તેમણે ઉપકારનો બદલો ધર્મનું આચરણ કરીને વાળ્યો. આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજે પણ રાજા કુમારપાળને રાજધર્મ અને જીવનધર્મનો ઉપદેશ આવી સ્વપરના કલ્યાણના માર્ગે આગળ વધાર્યો. રાજા કુમારપાળની વિનંતિથી આચાર્ય હેમચંદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy