________________
( ૭૩),
न धर्मसदृशःकश्चित् सर्वाभ्युदयसाधकः आनन्दकुजकन्दश्च हितःपूज्यःशिवपदः २९२
દરેક પ્રકારની આબાદી આપનાર ધર્મ જેવો કોઈ નથી. ધર્મ આનંદરૂપી વૃક્ષનું મૂળ છે હિતકર છે, પૂજનીય છે, અને મેક્ષ આપનાર પણ ધર્મ જ છે.૧૧ व्यालानलोरगव्याघ्र द्विपशाईलराक्षसाः नृपादयोऽपि ह्यन्ति न धर्माधिष्टितात्मने २९३
ધર્મમાં જેને આત્મા સ્થિર થયો હોય તેને સર્પ, અગ્નિ, વિષ, વાધ, હાથી, સિહ, રાક્ષસ અને રાજા વગેરે કઈ દ્રોહ કરતા નથી. ૧૨ निःशेषं धर्मसामर्थ्य न सम्यग्वक्तुमीश्वरः स्फुरद्वक्त्रसहस्रेण भुजगेशोऽपि भूतले २९४
જગતમાં ધર્મના સમગ્ર સામર્થને કહેવા માટે હજાર મુખવાળો શેષનાગ પણ સમર્થ નથી. તે હું (શુભચંદ્રાચાર્ય) કેમ સમર્થ થાઉં.૧૩
धर्मधर्मेति जल्पंति तत्त्वशून्याः कुद्रष्टयः वस्तुतत्त्वं न बुध्यन्ते तत्परीक्षाऽक्षमा यतः २९५
તત્વના યથાર્થ જ્ઞાનહીન મનુષ્યો ધમ ધર્મ એવા શબ્દો બોલે છે, પણ તેની પરીક્ષા કરવામાં અશક્ત ખરી વસ્તુના તત્વને જાણતા નથી.૧૪ तितिक्षामार्दवं शौचमार्जवं सत्यसंयमौ । ब्रह्मचर्यतपस्त्यागा किञ्चन्यं धर्म उच्यते २९६ - ધર્મના દશ પ્રકાર કહે છે, ૧ ક્ષમા, ૨ મૃદુતા, ૩ શોચ, ૪ આર્જવ, ૫ સત્ય, સંયમ, ૭ બ્રહ્મચર્ય, ૮ તપ, ૯ ત્યાગ, ૧૦ આકિચન્ય ૦ ૧૫