________________
જ્ઞાનાર્ણવ.
(११) अन्यत्वमेव देहेन स्याभृशं यत्र देहिनः तत्रैक्यं बन्धुभिः सार्ध बहिरङ्गैः कुतो भवेत् २४३
જે આત્મા પિતાના દેહથી અત્યંત જુદે છે તે પછી બહિરંગ જે કુટુંબાદિક તેની સાથે આત્માની ઐકયતા કેમ હોઈ શકે? ૬
ये ये सम्बन्धमायाताः पदार्थाश्चेतनेतराः ते ते सर्वेऽपि सर्वत्र स्वस्वरूपाद्विलक्षणाः २४४
આ જગતમાં જે જે જડ પદાર્થો કે ચૈતન્યવાળાં પદાર્થો આત્માના સંબંધમાં જોડાયાં છે તે પરસ્પર જુદાંજ છે અને આત્મા સૈથી ત્યારે છે.૭ स्वत्स्वरूपमतिक्रम्य पृथक् पृथग् व्यवस्थिताः सर्वेऽपि सर्वथा मूढ भावात्रैलोक्यवर्तिनः २४५
હે મૂઢ પ્રાણી! ત્રણ લોકમાં રહેલા સમસ્ત પદાર્થો તારા સ્વરૂપથી ભિન્ન છે માટે તેને પિતાના ન માની લે તેની સાથે બંધાઈશ નહિ. ૮
शार्दूल. मिथ्यात्वप्रतिबद्धदुर्णयपथभ्रान्तेन बाह्यानलं भावान् स्वान् प्रतिपद्य जन्मगहने खिनं त्वया प्राक् चिरम् संपत्यस्तसमस्तविभ्रमभवश्चिद्रूपमेकं परम् स्वस्थं स्वं प्रविगाह्य सिद्धिवनितावक्त्रं समालोकय २४६
હે આત્મન ! તું આ સંસારરૂપી મોટા જંગલમાં મિથ્યાત્વના સેવનથી ઉત્પન્ન થયો, હમેશાં અન્યાયના માર્ગમાં ભી, બાલા પદાર્થોને પિતાના કરી માન્યા, ઘણે વખત ખેદખિન્ન થયો, માટે હવે એ બધી