________________
જ્ઞાનાર્ણવ,
(૪૩) सङ्गैः किं न विवाद्यते वपुरिदं किं छिद्यते नामयैः मृत्युः किं न विज़ुभते प्रतिदिनं द्रुह्यंति किं नापदः श्वभ्राः किं न भयानकाः स्वपनवद्भोगा न किं वश्चकाः येन स्वार्थमपास्य किबरपुरमख्ये भवे ते स्पृहा १७२
હે આત્મન આ સંસારમાં કુટુંબોને સમાગમ, તુંને ખેદકારક શું નથી ? વળી આ શરીર નાના પ્રકારના રોગોથી છિન્ન ભિન્ન થવાનું નથી શું? મૃત્યુ તુને પકડવા હમેશાં મુખ ફાડી નથી રહ્યું? આપદાઓ શું હમેશાં દ્રોહ નથી કરનાર ? નરકાવાસ તેને ભયકારક શું નથી લાગતા ? સંસારના વૈભવે સ્વમાના સુખની પેઠે ઠગારા છે, એમ તું શું નથી જાણતો કે જેથી તારા પિતાના સ્વાર્થને છોડીને ઝાંઝવાના પાણી જેવા સંસારમાં તારી સ્પૃહા થઈ છે. ૪
नासादयसि कल्याणं न त्वं तत्वं समीक्षसे नवेत्सि जन्मवैचित्र्यं भ्रातर्भूतैर्विडम्बितः
१७३ હે ભાઈ ! ઇકિયોના વિષયથી વિડંબના પામેલે તું, કલ્યાણને મેળવતા નથી, તથા શુદ્ધ આત્મતત્વનો વિચાર કરતા નથી તથા સંસારની વિચિત્રતાને જાણતા નથી. આ તારી મોટી ભૂલ છે. ૫
असद्विद्याविनोदेन मात्मानं मूढ वंचय कुरु कृत्यं न किं वेत्सि विश्ववृत्तं विनश्वरम् १७४
હે મૂઢ પ્રાણી ! સંસારની ખોટી માયાના વિનોદ વડે આત્માને તું ઠગ નહિ. કાંઈક આત્મહિત કર, જગત ક્ષણભંગુર છે એ તુને ખબર નથી શું ? ૬