________________
આપણે વધુ દર શા માટે જવું પડે? આપણે પોતે જ જ્યારે કેઈ એક સુંદર કાવ્ય અથવા નવલ કથા વાંચતા હોઈએ અને તેમાં ખૂબ રસ પડતે હેય ત્યારે આપણને પણ એમ નથી થતું કે આ કાવ્ય અથવા ગ્રંથ મારા મિત્રો, સ્નેહીઓ અને રસિકેને વંચાવ્યો હેય તે કેવો આનંદ આવે ? અરે તેમની સાથે બેસીને જ આ ગ્રંથનું વાંચન કર્યું હોય તો રસની કેવી જમાવટ થાય?
આ ગ્રંથ પણ એવાજ એક સ્નેહદાર પંડિત પુરૂષને સુંદર સંચય છે. પ્રસ્તુત પુસ્તકના પ્રણેતા મુનિ મહારાજ શ્રી નાનચંદ્રજી
જ્યારે જુદા જુદા સંસ્કૃત ગ્રંથોના વાંચનમાં પ્રવૃત્ત હશે ત્યારે તેમને પણ એમ જ થયું હશે કે આવા અમૂલ્ય કે હું એકલે વાંચીને વિચારું તેના કરતાં મારી સાથે બીજા મારા જ જેવા રસવૃત્તિવાળા પાંચ-પચીસ જણ વાંચે અને વિચારે તે કેટલે ઉપકાર થાય ? અને એજ હેતુથી પ્રેરાઈ તેમણે પોતાના વાચેલા ગ્રંથે ફરીથી તપાસ્યા અને તેમાંથી પિતાને રૂચે તેવા ઉપયોગી ભાગો જુદા તારવી કહાડી આ એક પુષ્પમાળા રચી, ધર્મ, નીતિ અને સાહિત્યના ઉપાસકે આગળ ધરી. ' આ સંસ્કૃત કાવ્યાનંદમાં, વિવિધ પ્રથામાંથી જે સંચય કરવામાં આવ્યો છે તેમાં એક વાત તે ખાસ તરી આવે છે. તેમણે કઈ સંપ્રદાય કે ધર્મના સાહિત્ય તરફ જરાય પક્ષપાત નથી દર્શાવ્યો. અને જ્યાં કેવળ નિર્દોષ આનંદ અર્થેજ સંચય થતું હોય ત્યાં પક્ષપાતને શી રીતે સ્થાન મળે? જે મુનિ મહારાજે એ જરાય મમત્વ કે પક્ષપાતને ભાવ રાખ્યો હોત તો આ કાવ્યાનંદમાં એક પ્રકારની મલીનતા આવી જાત, તેમને પિતાને સ્નેહ પણ પતિ બનત