________________
અને મહારાજશ્રી નાનચંદ્રજીને જે ધન્યવાદ આપવાપણું કંઈ રહેતું હોય તે તે પણ માત્ર તેમની નિષ્પક્ષપાતતા માટે.
બાકી સ્નેહ અને આનંદથી ઉભરાતા આત્માઓ એકલા ઉડી શકતા ન હોય અને તેથી આખા વિશ્વને પિતાની પાંખમાં લઈ ઉડવા માગે છે તેમાં તેમની મહત્તા અને શ્રેષ્ઠતા તે છે જ પણ તેટલાજ માટે તેમને ધન્યવાદ આપવાને દંભ કરવો એ ખાલી બકવાદ ગણાય.
આ ગ્રંથના બીજા લાભો ગમે તેટલા હોય પણ એક તરા શ્રીમદ્દ શંકરાચાર્ય પિતાની “વિવેક ચૂડામણિ' ગંભીર વાણીથી ઉચારી રહ્યા હોય અને બીજી તરફ તેમની જ પડખેપડખ શ્રીમદ્ શુભચંદ્રચાર્ય નામના જૈન આચાર્ય “જ્ઞાનાર્ણવ' ની મંદ મંદ લહરીઓ જગતને પ્રેરતા હોય એ દશ્ય કે અલોકિક લાગે છે? જાણે કે, બન્ને ધુરંધર આચાર્યો પિતાપિતાના મુખથી કઈ એક સનાતન અને શુદ્ધ તત્વજ કાં પ્રરપી રહ્યા ન હૈય? પરસ્પર વિરોધી જેવા ભાસેલા બે આચાર્યોને પાસે બેસાડી તેમના વચનામૃત ઝીલવા એ મહદભાગ્ય નહીં તે બીજું શું? મુનિશ્રી નાનચંદ્રજી એ તો આપણને આપે એ માટે વાચકવર્ગ તેમને જાર આભાર માનશે.
સુશીલ.