________________
વિવેક ચૂડામણિ,
(૧૯)
કહેવાય છે. વાણી, હાથ, પગ, ગુદા તથા ઉપસ્થ, એ કામમાં પ્રવર્તે છે તેથી તે પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે.
निगद्यतेऽन्तः करणं मनोधी रहंकृति चित्त मिति स्ववृत्तिभि: मनस्तु संकल्पविकल्पनादिभिर्बुद्धिः पदार्थाध्यवसाय धर्मतः ७८
પોતાની નાખ નાખી વૃત્તિને લીધે મન, બુદ્ધિ, અહુકાર, અને ચિત્ત એવી રીતે અંતઃકરણ ચાર પ્રકારનું કહેવાય છે. સ’કલ્પ વિકલ્પવાળી વૃત્તિને લીધે . કહેવાય છે મન અને પદાર્થોના નિશ્ચય કરવા રૂપ બુદ્ધિ કહેવાય છે. अत्राभिमाना दहमित्यहंकृतिः स्वार्थानुसन्धानगुणेन चित्तम्
શરીરમાં ‘હું છું ’ એવું અભિમાન કરવા રૂપ વૃત્તિને અહંકાર અને પેાતાના વિષયનું અનુસ ંધાન કરવાની વૃત્તિને ચિત્ત કહેવાય છે.
यः पश्यति स्वयंसर्व यं न पश्यति कश्चन यश्वेतयति बुद्धयादि न तयं चेतयत्ययम् ७९
જે પોતે સઘળા પદાર્થોને જાણે છે, જેને સઘળા પદાર્થો જાણતા નથી, જે પોતે બુદ્ધિ આદિને ચેતના આપે છે અને બુદ્ધિ આદિ જેને ચેતના આપતા નથી તે આત્મા છે. यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधयः विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव
८०
જેના માત્ર પાસે રહેવાને લીધે દેહ, ઇંદ્રિય, મન અને બુદ્ધિ જાણે પ્રેરાયાં ડાય એવી રીતે પોતપાતાના વિષયેામાં પ્રવર્તે છે તે આત્મા છે.