________________
(૧૦૪) પ્રબોધ પ્રભાકર.
હે દયાળુ વરસાદ! જેલ વરસાવ, વિલંબનો વખત નથી, આજે બારૈયા પાણી વિના મરણ વશ થશે તે પછી તારું જ શું કામનું ૩૮૫
आघातं परिचुम्बितं परिमुहुलीढं पुनश्चर्वितं त्यक्तं वा भुवि नीरसेन मनसा तत्र व्यथां माकृथाः हे सद्रत्न तवैतदेवकुशलं यद्वानरेणादरा दन्तः सारविलोकनव्यसनिना चूर्णीकृतं नाऽश्मना ३८६ :
કઈ વાંદરાને રત્ન જડ્યું. વાંદરે પ્રથમ સુંબું, ચુંબન કર્યું, ચાટયું, ચાવ્યું, પણ કાંઈ સ્વાદ ન જણાવાથી રત્નને પૃથ્વી પર ફેંકી દીધું તેથી હે રત્ન! તું રડ નહી. તું કુશળ રહ્યું તેટલુંજ ભાગ્ય. તારી અંદર શું છે તે જોવાને આતુર બનેલા વાંદરે પથ્થરથી તારો ભુક્કો ન કર્યો તેજ મેટે લાભ માન. ૩૮૬ कुद्धालेन विदारिता वसुमती पश्चात्वरारोहणम् तत्पापिष्ट कुलालपादहननं दंडेन चक्रभ्रमः रज्वा छेदन तापताडनमथो ह्येतद्विषोढंमया कामिन्याः करटंकणं बहुकृतं ह्येतद्धि दुखंमहत् ३८७
ઘડો કહે છે–પાત્ર થવા પહેલાં કુંભારે કેદાળીથી પ્રથમ પૃથ્વી પેદી, તે માટીને ગધાડા પર ચડાવી, ઘરે લાવી પલાળી, પાટુના પ્રહારથી હું, વાળી કરી, પોંડા બનાવી, ચાકડે ચડાવી ઘાટ ઘડ્યો, દેરડીથી છેલા, ટપલાથી ટીપ્યા, નીભાડામાં પકાવ્યા, એટલું દુઃખ સહન કર્યા ઉપરાંત સ્ત્રીઓ આંગળીના ટેકેરા મારે છે તે મને ભારે દુઃખ થાય છે. ઈતિ અન્યક્તયઃ ૩૮૭