________________
સુભાષિત.
(૮૭)
ઘણે વખત સ્ત્રી હદયમાં ધારણ કરાઈ પણ એક ક્ષણ રામની મૂર્તિનું ધ્યાન કર્યું નહિ, સ્ત્રીના અધરામૃતનું પાન કર્યું પણ રામના ચરણમૃતનું પાન ન કર્યું, રીસાયેલી સ્ત્રીને પ્રણિપાત કર્યો પણ રામને પ્રણામ ન કર્યો, યુવાવસ્થા ચાલી ગઈ પરંતુ રામને પ્રાપ્ત ન કર્યા. ૩૨૬
वपुः कुब्जीभूतं गतिरपि तथा यष्टिशरणा विशीर्णा दन्ताली श्रवणविकलं श्रोत्रयुगलम् शिरः शुक्लं चक्षुस्तिमिरपटलैरातमहो मनो मे निर्लज्ज तदपि विषयेभ्यः स्पृहयति ३२७
શરીર વાંકું (કુન્જ) થયું, ચાલવામાં પણ લાકડીનું શરણું લેવું પડે છે. દાંત પડી ગયા, શ્રવણ બહેરા થયા, મસ્તક ઘળું થયું, ચક્ષુ અંધારાથી ઘેરાવા લાગી તે પણ શરમ વિનાનું મારું મન વિષને ઇચ્છે છે. ૩૨૭
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः एवं विचिन्तयति कोशगते द्विरफे हा हन्त हन्त नलिनींगजउजहार
३२८ કેઈ એક મધુકર કમલનારસમાં મુગ્ધ બની બેઠે બેડો વિચાર કરતે હતું કે, રાત્રી જશે ને સુંદર પ્રભાત થશે, સૂર્ય ઉદય પામશે, કમલેની શોભા ખીલશે, ત્યારે હું ઉડી જઈશ, આમ વિચાર કરતાં કરતાં વનના હાથીયે આવીને તેજ કમળને મૂળથી ઉખેડી ભમરા સહિત ચાવી ગયો. અને મનના મનોરથ મનમાં જ રહી ગયા. ૩૨૮